માધવપુરના મેળામાં તુરી બારોટ કલાકારોએ રાવણહથ્થાના સૂર રેલાવ્યા
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાતા સુપ્રસિદ્ધ સાંસ્કૃતિક મેળામાં ભારતીય લોકકલાના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. આ મેળામાં બોટાદ જિલ્લાના બરવાળા ગામથી આવેલા કલાકાર રાજેશભાઈ બારોટ પોતાના રાવણહથ્થાના મધુર સૂરથી મુલાકાતીઓને મ
માધવપુરના મેળામાં તુરી બારોટ કલાકારોએ રાવણહથ્થાના સૂર રેલાવ્યા.


માધવપુરના મેળામાં તુરી બારોટ કલાકારોએ રાવણહથ્થાના સૂર રેલાવ્યા.


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાતા સુપ્રસિદ્ધ સાંસ્કૃતિક મેળામાં ભારતીય લોકકલાના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. આ મેળામાં બોટાદ જિલ્લાના બરવાળા ગામથી આવેલા કલાકાર રાજેશભાઈ બારોટ પોતાના રાવણહથ્થાના મધુર સૂરથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

આ દરમ્યાન રાજેશભાઈએ જણાવ્યું હતું કે, રાવણહથ્થો એ ભારતનું અત્યંત પ્રાચીન વાદ્ય છે, જે આધુનિક યુગમાં વિલુપ્ત થવાના આરે છે. જોકે, સરકારના પ્રોત્સાહન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને કારણે આ કલા આજે પણ જીવંત છે.

તેમણે સરકાર દ્વારા કલાકારોને અપાતા પ્લેટફોર્મ અને સહાય અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વસંત ઉત્સવ અને માધવપુર મેળો જેવા કાર્યક્રમો કલાકારો માટે આશીર્વાદ સમાન છે. તુરી બારોટ સમાજ માટે યોજાતી શિબિરો દ્વારા નવી પેઢીને આ કલા શીખવવામાં સરકારનો સહયોગ મળી રહ્યો છે.

માધવપુરના મેળાને રાષ્ટ્રીય ફલક પર લઈ જવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

રાજેશભાઈ અને તેમની ટીમ આ પરંપરાગત વાદ્ય દ્વારા આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. સરકારના આવા સકારાત્મક અભિગમથી લોકકલાકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande