મહેસાણાનું ચાંદણકી ગામ: સામૂહિક રસોડાની અનોખી પરંપરાથી એકતાનું ઉત્તમ ઉદાહરણ
મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ પોતાની અનોખી પરંપરા અને એકતાના કારણે આગવું સ્થાન ધરાવે છે. આશરે 150 પરિવારો અને 1200થી 1300ની વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગના લોકો રોજગાર માટે વિદેશ અથવા શહેરોમાં સ્થાયી થ
મહેસાણાનું ચાંદણકી ગામ: સામૂહિક રસોડાની અનોખી પરંપરાથી એકતાનું ઉત્તમ ઉદાહરણ


મહેસાણાનું ચાંદણકી ગામ: સામૂહિક રસોડાની અનોખી પરંપરાથી એકતાનું ઉત્તમ ઉદાહરણ


મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ પોતાની અનોખી પરંપરા અને એકતાના કારણે આગવું સ્થાન ધરાવે છે. આશરે 150 પરિવારો અને 1200થી 1300ની વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગના લોકો રોજગાર માટે વિદેશ અથવા શહેરોમાં સ્થાયી થયા છે, જ્યારે હાલ ગામમાં 80થી 100 જેટલા વૃદ્ધો વસવાટ કરે છે.

આ ગામની સૌથી વિશેષતા સામૂહિક રસોડું છે, જ્યાં બપોર અને સાંજના ભોજન માટે સૌ એક જ જગ્યાએ ભેગા થાય છે. અહીં મહેમાનો માટે પણ આ જ રસોડામાં જમવાની વ્યવસ્થા થાય છે. ખાસ વાત એ છે કે પહેલા મહિલાઓને અને બાદમાં પુરુષોને ભોજન પીરસવામાં આવે છે. દરરોજ 40થી 50 લોકો અહીં ભોજન લે છે, જ્યારે વીકએન્ડમાં સંખ્યા વધે છે.

ગામમાં વિકાસની દ્રષ્ટિએ આર.સી.સી. રોડ, 24 કલાક પાણી-વીજળી, 100 ટકા શૌચાલય અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં આઝાદી બાદથી એકપણ ચૂંટણી યોજાઈ નથી અને સમરસતા સાથે વહીવટ થાય છે. સામૂહિક રસોડાની આ પરંપરાથી વૃદ્ધોમાં એકલતા દૂર થઈ છે અને સહકાર-સંપનું જીવંત ઉદાહરણ ઊભું થયું છે, જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande