આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું: ૨૬ એપ્રિલ સુધી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી
મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટેની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે ‘આઈ ખેડૂત’ (i-Khedut) પોર્ટલ તા.27/03/2026 થી તા.26/04/2026 સુધી ઓનલાઈન અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો આ
આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું: ૨૬ એપ્રિલ સુધી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી


મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટેની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે ‘આઈ ખેડૂત’ (i-Khedut) પોર્ટલ તા.27/03/2026 થી તા.26/04/2026 સુધી ઓનલાઈન અરજી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો આ સમયગાળા દરમિયાન ખેતીમાં ઉપયોગી સાધનો અને સુવિધાઓ માટે સહાય મેળવવા અરજી કરી શકશે.

આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો અને પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટેના ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો તેમજ સ્માર્ટફોન જેવી ખરીદી પર આર્થિક સહાયનો સમાવેશ થાય છે.

અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. ખેડૂતોએ પોર્ટલ પર આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP અથવા બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા નોંધણી કરવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં ખેડૂતોને સમયમર્યાદામાં અરજી કરી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande