
પાટણ, 01 એપ્રિલ (હિ.સ.) : ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે પાટણ શહેરમાંથી બહુચરાજી તરફ પગપાળા યાત્રા સંઘો ભક્તિભાવ સાથે રવાના થયા. માતાજીની માંડવીઓ અને રથ સાથે ‘બોલ મારી બહુચર’ના જયઘોષ ગુંજતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.
કસારવાડો, પનાગાર વાડો સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ ઉત્સાહભેર સંગીતના તાલે ઝૂમતા બહુચરાજી તરફ પ્રયાણ કર્યું.
યાત્રાળુઓને સુવિધા મળે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ગોઠવાયા છે. ઝીણીપોળ યુથ ક્લબનો કેમ્પ મોઢેરા કેનાલ પાસે કાર્યરત છે, જ્યાં કોથમીરવડી, ઠંડુ પાણી અને મેડિકલ સેવા ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ