ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : માધવપુર મેળાનાં હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે આ પ્લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્ય
ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું.


ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું.


ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું.


ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું.


ઉત્તરપૂર્વીય કારીગરોની કલા કસબે માધવપુર મેળામાં આકર્ષણ જમાવ્યું.


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : માધવપુર મેળાનાં હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું કારીગરોએ પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા કારીગરોને વિનામૂલ્યે આ પ્લેટફોર્મ અપાયું હતું. આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્યનાં કારીગરોએ હસ્તકલા હાટમાં હાથ વણાટની વસ્તુઓનાં માધ્યમથી પોતાની સંસ્કૃતિ ઉજાગર કરવાની સાથે આજીવિકા મેળવી હતી.

હસ્તકલા હાટમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝલક જોવા મળી હતી.

આ હાટમાં આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વાસ અને લાકડાની કળા, પરંપરાગત આભૂષણો, હસ્તનિર્મિત કપડાંને સ્થાનિક કલાને મુલાકાતીઓએ બિરદાવી હતી.

ચાર વર્ષથી મધવપુરના મેળામાં હસ્તકલાની વસ્તુ વેચવા આવતા આસામના બિનય ક્રિષ્નાભાઈએ પોતાના પૂર્વજોની આ પરંપરા જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, મારા પૂર્વજો વૃક્ષોની છાલ માંથી ચાદર બનાવવાનું કામ કરતા હતા. આ પરંપરાને મેં આગળ ધપાવી તેમાં અપડેટ કર્યું છે. હું વૃક્ષોની છાલ માંથી પર્સ, ડાઇનિંગ ટેબલના સેટ, સોફાના કવર સહિત વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરું છું. આ વસ્તુઓના વેચાણ માટે સરકાર દ્વારા બિનયભાઈને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

હેન્ડલૂમ અને વાસની વસ્તું વેચવા આવેલા ત્રિપુરાના અન્ય એક કારીગર સંગિતા જમાલીયા ત્રિપુરાના જંગલોનાં સૂકા લાકડા અને છાલમાંથી જ્વેલરી બોક્સ હેન્ડલુમ વાંસની બનાવટ વગેરે વસ્તુઓનું વેચાણ કરે છે. તેમણે આસામ, મણિપુર, સહિત વિસ્તારોની સ્થાનિક લોકકલા, લોક સંસ્કૃતિ, લોકગીતોને હાથ કારીગરીમાં વણી શો પીસ બનાવી તેનું વેચાણ કર્યું હતું. તેમણે આ તકે રાજ્ય સરકાર અને વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કરવાની સાથે ગુજરાતી થાળી વખાણી હતી.

મણિપુરથી કાનના ઝૂમખા, જંગલનાં સૂકા ફ્રૂટ, અલગ અલગ ટ્રાઈબ્સને પ્રસ્તુત કરતી વિવિધ મોતીઓની બનાવેલી માળાઓ, મહેમાનોના સ્વાગત માટેનાં ખેસ, કોટી, ટોપી, શાલ વગેરે હાથ બનાવટની વસ્તુઓ સાથે આવેલા કેથીન સોપનબીનની હાથ વણાટની વસ્તુઓએ માધવપુરના મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર પૂર્વના કારીગરોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવી તેમની આજીવિકાને મજબૂત બનાવી સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપવાનો છે. મુલાકાતીઓ ઉત્તર પૂર્વ ભારતની અનોખી પરંપરાઓથી પરિચિત થઈ વસ્તુઓની ખરીદી કરી રહ્યાં હતાં. સ્ટોલ ધારકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો “વોકલ ફોર લોકલ” અને સ્થાનિક કલા કસબને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક કારીગરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે.મેળામાં મોટી સંખ્યામાં આવતા લોકોમાં હાટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન અપાતા ઉત્તરપૂર્વીય રાજ્યોના કલાકારો અને કારીગરોને માધવપુર મેળામાં પ્લેટફોર્મ મળ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રાજ્ય સરકારના સંકલનથી યોજાતા મેળામાં કારીગરો, કલાકારો અને મુલાકાતીઓ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રબળ કરે છ

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande