સુરતમાં 24 કલાકમાં બે બળાત્કાર કેસ, ઓળખીતાઓ જ બન્યા આરોપી
સુરત, 01 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે અલગ-અલગ વિસ્તારોમાં બળાત્કારના ગંભીર બનાવો સામે આવ્યા છે, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. બંને બનાવોમાં આરોપીઓ પીડિતાઓના ઓળખીતાઓ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા બંને કેસમાં ફર
Rape case


સુરત, 01 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે અલગ-અલગ વિસ્તારોમાં બળાત્કારના ગંભીર બનાવો સામે આવ્યા છે, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. બંને બનાવોમાં આરોપીઓ પીડિતાઓના ઓળખીતાઓ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા બંને કેસમાં ફરિયાદ નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રથમ બનાવ સૈયદપુરા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં પતિના મિત્રએ જ તેના ઘેર જમવા આવતા સમયે પરણિતાની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ મહિલાને તેના પતિ અને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી શારીરિક શોષણ કર્યું હતું. લાંબા સમયથી ચાલતા આ અત્યાચાર બાદ પીડિતાએ પતિને વાત જણાવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

બીજો બનાવ પુણાગામ વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં એક યુવકે પડોશમાં રહેતી યુવતી સાથે મિત્રતા કરીને લગ્નનો ભરોસો આપ્યો હતો. બાદમાં તેણે યુવતીના અંગત ફોટા અને વીડિયો મેળવી તેને બ્લેકમેલ કરી શારીરિક શોષણ કર્યું હતું. આરોપીએ યુવતીને એકાંત સ્થળે બોલાવી તેની પર મારઝૂડ કરી અને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ છે.

આ ઉપરાંત, આરોપી દ્વારા વીડિયો વાયરલ કરવાની અને આત્મહત્યા કરવાની ધમકીઓ આપી યુવતીને વારંવાર શોષણનો ભોગ બનાવવામાં આવી હતી. અંતે યુવતીએ હિંમત કરી પોલીસનો સહારો લીધો, જેના આધારે પોલીસે કેસ દાખલ કરીને આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ ચાલુ રાખી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande