ભાવનગરથી પ્રથમ ફ્લાઈટમાં 30 દિવ્યાંગજનને મુંબઈ દર્શન માટે મોકલાયા
ભાવનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો દિવ્યાંગજન પ્રતિ સંવેદના ઉજાગર થઈ હતી. ભાવનગરથી નાવી મુંબઈ ની શરૂ થયેલી પ્રથમ ફ્લાઈટમાં ૩૦ દિવ્યાંગજનને મુંબઈ દર્શન માટે મોકલાયા હતા. દિવ્યાંગ બાળકોનાં હદયમાં બોલતા
દિવ્યાંગ


ભાવનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો દિવ્યાંગજન પ્રતિ સંવેદના ઉજાગર થઈ હતી. ભાવનગરથી નાવી મુંબઈ ની શરૂ થયેલી પ્રથમ ફ્લાઈટમાં ૩૦ દિવ્યાંગજનને મુંબઈ દર્શન માટે મોકલાયા હતા.

દિવ્યાંગ બાળકોનાં હદયમાં બોલતા ધબકારનાં ભાવ વ્યક્ત કરતા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે “મૃદુ, સંવેદનશીલ, વ્યક્તિત્વનાં ધની એવા ભાવેણાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં પગલે ભાવેણાની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે તેમનાં જ પ્રયત્નથી શરુ થયેલ ભાવનગર થી નવી મુંબઈ વિમાની સેવાના પ્રથમ યાત્રાળુ તરીકે પસંદ થયેલ ૩૦ દીવ્યાંગોની પસંદગી કરવામાં આવી હતી.૩૦ દિવ્યાંગ બાળકો સાથે ભાવનગર થી નવી મુંબઈ આરંભાયેલ હવાઈ સેવા દેશના અનેક શહેરો સાથે જોડી ભાવેણાને નવી ઊંચાઈ આપશે. તેઓના નેતૃત્વમાં સમગ્ર ભાવનગરના ૨૭૦૦ દિવ્યાંગજન સુધી નિ:શુલ્ક સાધન સહાય પણ પહોંચાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande