પોરબંદર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત સપ્લાય માટે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનો, પાઇપ નેચરલ ગેસ (PNG) તેમજ આવશ્યક ખાદ્ય પદાર્થોની સપ્લાય ચેઇનમાં આવતી શક્ય મુશ્કેલીઓને પહોંચી વળવા જિલ્લા સ્
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત સપ્લાય માટે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત સપ્લાય માટે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત સપ્લાય માટે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનો, પાઇપ નેચરલ ગેસ (PNG) તેમજ આવશ્યક ખાદ્ય પદાર્થોની સપ્લાય ચેઇનમાં આવતી શક્ય મુશ્કેલીઓને પહોંચી વળવા જિલ્લા સ્તરે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિનો મુખ્ય હેતુ જથ્થાબંધ સંગ્રહ, કાળાબજારી અને અછત જેવી પરિસ્થિતિઓને અટકાવી જિલ્લામાં જરૂરી ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

આ સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ આરોગ્ય, શિક્ષણ, સિવિલ હોસ્પિટલ, જિલ્લના નાગરિકો તેમજ ખેડૂતો સહિતના તમામ જરૂરી ક્ષેત્રોને પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો નિયમિત અને પૂરતો મળી રહે તે માટે વ્યવસ્થાઓ મજબૂત કરવાની સૂચના આપી હતી.તેમણે બજારમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કાળાબજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા તથા નિયમિત ચેકિંગ હાથ ધરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી. મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande