રાજુલાના છતડીયા હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત
અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : રાજુલા ખાતે આવેલા છતડીયા હેલિપેડ પર આજરોજ રાજ્યના મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મ
રાજુલાના છતડીયા હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત


અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : રાજુલા ખાતે આવેલા છતડીયા હેલિપેડ પર આજરોજ રાજ્યના મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હેલિપેડ પર પહોંચતા જ કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અને આત્મીય સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિકભાઇ વેકરીયા, ઈશ્વરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને મહેશભાઈ કસવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો.

મુખ્યમંત્રીના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળતા કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસ મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ રાજુલા વિસ્તારમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે અને સ્થાનિક સ્તરે નવી ઉર્જાનો સંચાર થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande