
નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) જસ્ટિસ વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટના જજ
પદેથી રાજીનામું આપી દીધું છે. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું
રાજીનામું મોકલી દીધું છે.
જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ
છે. લોકસભા અધ્યક્ષે આ મામલે જજ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિની રચના કરી છે.
લોકસભા અધ્યક્ષના તપાસના આદેશને જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માની અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે 22 માર્ચ 2025ના રોજ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના
કરવાનો આદેશ આપ્યો હતો. આ તપાસ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના, મુખ્ય
ન્યાયાધીશ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી. એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ
અનુ શિવરામન સામેલ હતા. 14 માર્ચ, 2025ના રોજ જસ્ટિસ
યશવંત વર્માના ઘરે આગ ફાટી નીકળ્યા બાદ ફાયર વિભાગે રોકડ રકમ જપ્ત કરી હતી, જ્યારે તેઓ
દિલ્હી હાઈકોર્ટના જજ હતા.
હિન્દુસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ