ભારતે લેબનાનમાં ઇઝરાયેલી હુમલામાં થયેલી જાનહાનિ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, 10 એપ્રિલ, (હિ.સ.) ભારતે શુક્રવારે લેબનાનમાં ઇઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. અહીં એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતે હંમેશા એ વાત પર ભાર મૂક્યો
ભારતે લેબનાનમાં ઇઝરાયેલી હુમલામાં થયેલી જાનહાનિ અંગે ચિંતા વ્યક્ત કરી


નવી દિલ્હી, 10 એપ્રિલ, (હિ.સ.) ભારતે શુક્રવારે લેબનાનમાં ઇઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

અહીં એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતે હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ભારતની આ પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ઇઝરાયલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું અને રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું અત્યંત જરૂરી છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ પર હુમલાના સમાચારને વિચલિત કરનારો ગણાવતા પ્રવક્તાએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના આ સૈનિકો દેશમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અમારા સ્થાનિક મિશન લેબનોનમાં ભારતીય નાગરિકોની સલામતી માટે સતત સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાન-યુએસ યુદ્ધવિરામ છતાં ઇઝરાયલ લેબનાનમાં હુમલાઓ કરી રહ્યું છે. આનાથી દુશ્મનાવટ ફરી શરૂ થવાની આશંકા વધી છે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande