
નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, એક
સંસ્કૃત સુભાષિત શેર કરી,
જેમાં મુશ્કેલ
પરિસ્થિતિઓમાં શાંત રહેવા અને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાના મહત્વ પર પ્રકાશ
પાડવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરના પોતાના
સંદેશમાં, વડાપ્રધાન મોદીએ
કહ્યું કે,” દેશના યુવાનો જે કરવાનું મન કરે છે તે પ્રાપ્ત કરે છે.” તેમણે કહ્યું
કે,” યુવાનોની શક્તિ જ રાષ્ટ્રને ઝડપી વિકાસના માર્ગ પર આગળ ધપાવી રહી છે.”
વડાપ્રધાન એ આ સુભાષિત શેર કર્યો:
“व्यसने वाऽर्थकृच्छ्रे वा भये वा
जीवनान्तके।
विमृशन्
वै स्वया बुद्ध्या धृतिमान् नावसीदति॥”
આ કહેવતનો અર્થ એ છે કે, પ્રતિકૂળતા, નાણાકીય કટોકટી, ભય અથવા જીવનની
અંતિમ ક્ષણો જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં, જે વ્યક્તિ ધીરજ જાળવી રાખે છે અને પોતાની બુદ્ધિથી વિચારે
છે તે ક્યારેય નિરાશ થતો નથી. શાંત અને વિચારશીલ નિર્ણયો વ્યક્તિને દુઃખ અને
નુકસાનથી બચાવે છે.
વડાપ્રધાન એ કહ્યું કે,” આ સંદેશ રાષ્ટ્ર નિર્માણમાં
યુવાનોની માનસિક શક્તિ અને ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.”
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ