સુપ્રીમ કોર્ટે, જાતિ આધારિત વસ્તી ગણતરી અટકાવવાની અરજી ફગાવી, અરજદારને ઠપકો આપ્યો
નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) સુપ્રીમ કોર્ટે 2027ની જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે, અરજદારને તેમની અરજીની ભાષા દ્વેષથી ભરેલી હોવાનું કહેવા બ
કોર્ટ


નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) સુપ્રીમ કોર્ટે 2027ની જાતિ આધારિત

વસ્તી ગણતરી પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની

અધ્યક્ષતાવાળી ખંડપીઠે, અરજદારને તેમની અરજીની ભાષા દ્વેષથી ભરેલી હોવાનું કહેવા

બદલ ઠપકો આપ્યો હતો.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે અરજદારને કહ્યું કે,” આ

અપમાનજનક ભાષા ક્યાંથી આવે છે? અપલોડ પિટિશન કેવી રીતે લખવી. અરજીમાં જાતિ જનગણના 2027 પર રોક લગાવવાની

માંગ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં

આવ્યું હતું કે, વસ્તી અનુસાર સંસાધનોની જવાબદાર વહેંચણી થવી જોઈએ.” અરજીમાં

કહેવામાં આવ્યું હતું કે,” એક બાળક ધરાવતા પરિવારોને નાણાકીય પ્રોત્સાહન આપવા માટે

માર્ગદર્શિકા જારી કરવામાં આવે.”

સુપ્રીમ કોર્ટે 2 ફેબ્રુઆરીએ જાતિ ગણતરી, તેના વર્ગીકરણ અને ચકાસણીની રીતને પડકારતી અરજી પર વિચાર

કરવાનો પણ ઇનકાર કર્યો હતો. 2027ની વસ્તી ગણતરી દેશની 16મી રાષ્ટ્રીય વસ્તી ગણતરી હશે. 1931 પછી આ પ્રથમ વખત

છે કે, જાતિ આધારિત ગણતરી મોટા પાયે થશે.

હિન્દુસ્થાન સમાચાર/સંજય

હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande