
નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) સુપ્રીમ કોર્ટે ગુજરાત સ્થિત પત્રકાર મહેશ લાંગાને
મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની
અધ્યક્ષતાવાળી ખંડપીઠે નિયમિત જામીન આપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વતી હાજર
રહેલા, સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆત સ્વીકારી હતી કે, જામીન આદેશમાં કરવામાં
આવેલા અવલોકનો કેસની સુનાવણીને અસર કરશે નહીં. સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બર, 2025ના રોજ મહેશ લાંગાને
વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે ટ્રાયલ કોર્ટને આ મામલે રોજિંદા ધોરણે સુનાવણી
કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે મહેશ લાંગાને સુનાવણી દરમિયાન કોઈ પણ સ્થગનની માંગ ન
કરવા જણાવ્યું હતું. કોર્ટે મહેશ લંગાને તેમની સામેના કેસ પર અખબારમાં કોઈ લેખ ન
લખવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે 31 જુલાઈ, 2025ના રોજ મહેશ લાંગાની જામીન અરજીને ફગાવી દીધી
હતી અને કહ્યું હતું કે,” જામીન આપવાથી ફરિયાદી પક્ષના કેસને નુકસાન થઈ શકે છે.”
લાંગાની 2024માં જીએસટી
છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મની લોન્ડરિંગનો કેસ પણ
નોંધવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર /સંજય
હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ