ઇડીએ રેશન કૌભાંડના કેસમાં, રાજ્યમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા
કલકતા, નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં રેશન વિતરણમાં કથિત અનિયમિતતાઓને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફરી એકવાર સક્રિય બન્યું છે. શુક્રવારે સવારથી પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં, એક સાથે દરોડા પાડવામાં આવી ર
ઇડી


કલકતા, નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ

બંગાળમાં રેશન વિતરણમાં કથિત અનિયમિતતાઓને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફરી

એકવાર સક્રિય બન્યું છે. શુક્રવારે સવારથી પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં, એક

સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,”કલકતા, હાવડા, બનગાંવ અને

મુર્શિદાબાદ સહિત રાજ્યમાં કુલ 12 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સી રેશન

વિતરણની પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.”

વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ કલકતાના

બસંત કુમાર રોડ પર એક વેપારીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં સંબંધિત વેપારીની

રેશન વિતરણની પદ્ધતિઓ અને પુરવઠાના નેટવર્ક વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ

ઉપરાંત શહેરના પોદ્દાર કોર્ટ અને મિન્ટો પાર્ક વિસ્તારમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન

પણ ચાલી રહ્યું છે.

બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાનીગંજમાં અજય કોયાલ

નામના વેપારીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અજય કોયાલનો રાણીગંજમાં લાંબા

સમયથી ચોખાનો વ્યવસાય છે,

જે રાજ્ય ઉપરાંત

દેશના અન્ય ભાગોમાં પણ ફેલાયેલો હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, તે વિદેશોમાં પણ

ચોખાનો પુરવઠો કરે છે.

શુક્રવારે સવારે કેન્દ્રીય દળો સાથે ચાર વાહનોમાં, અધિકારીઓ

અજય કોયાલના નિવાસસ્થાને પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. રેશન કૌભાંડના

કેસમાં આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેનાથી

સંબંધિત વધુ ખુલાસા થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande