બાંગ્લાદેશના કૃષિ વૈજ્ઞાનિક અબ્દુર રઝાકનું નિધન
ઢાકા, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદ (બીએઆરસી) ના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ ડૉ. મોહમ્મદ અબ્દુર રઝાકનું શનિવારે મોડી રાત્રે ઢાકાની બાંગ્લાદેશ સ્પેશ્યલાઈઝ્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. બીએઆરસી એ, ડો. અબ્દુ
ડૉ. મોહમ્મદ અબ્દુર રઝાક-ફાઈલ ફોટો


ઢાકા, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદ (બીએઆરસી) ના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ ડૉ. મોહમ્મદ અબ્દુર રઝાકનું શનિવારે મોડી રાત્રે ઢાકાની બાંગ્લાદેશ સ્પેશ્યલાઈઝ્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. બીએઆરસી એ, ડો. અબ્દુલ રઝાક ના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અબ્દુર રઝાક અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઢાકા ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદે જણાવ્યું હતું કે, દેશે એક પ્રતિષ્ઠિત કૃષિ વૈજ્ઞાનિક અને દૂરદર્શી નેતા ગુમાવ્યા છે, જેમના યોગદાનથી દેશના કૃષિ સંશોધન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પરિષદ દિવંગત આત્માની શાંતિ અને તેમના પરિવારને આ અપૂરણીય ખોટ સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરે છે.

તેઓ બાંગ્લાદેશમાં કૃષિ પ્રણાલીઓ સંશોધન અને ટકાઉ ગ્રામીણ કૃષિ વિકાસના નિષ્ણાત તરીકે જાણીતા છે. તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. તેમને 2013માં યુએસએની પર્ડ્યુ યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત કૃષિ ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande