
નવી દિલ્હી, 14 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કાચા તેલની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકાની વાટાઘાટો આગળ વધવાની ધારણા હોવાથી મંગળવારે કાચા તેલની કિંમતો ફરી ઘટીને લગભગ 96 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.આંતરરાષ્ટ્રીય બજારમાં, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુ.ટી.આઈ.) ક્રૂડ આજે પ્રારંભિક વેપારમાં 2.29 ડોલર અથવા 2.31 ટકા ઘટીને 96.79 ડોલર પ્રતિ બેરલ થયું હતું. બીજી તરફ બ્રેન્ટ 1.47 ડોલર અથવા 1.48 ટકા ઘટીને 97.483 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
એક દિવસ પહેલા સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીની જાહેરાત કર્યા બાદ કાચા તેલની કિંમતોમાં 7 ટકાનો ઉછાળો આવ્યો હતો. કાચા તેલની કિંમત 104 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી કાચા તેલની કિંમતોમાં આ વધઘટ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન /પ્રજેશ શંકર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ