વિમ્બલ્ડન 2028 પહેલા ઇટાલી, ગ્રાસકોર્ટ એટીપી ટૂર્નામેન્ટનું આયોજન કરશે
રોમ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.). ટેનિસની દુનિયામાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવતા ઇટાલી 2028થી વિમ્બલ્ડન પહેલા નવી ગ્રાસકોર્ટ એટીપી ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ઈટાલિયન ટેનિસ એન્ડ પેડલ ફેડરેશને ઓક્ટોબરમાં બ્રસેલ્સમાં યોજાનારી એટીપી 250 સ્તરની ટુર્
ફેડરેશનના પ્રમુખ એન્જેલો બિનાઘી


રોમ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.). ટેનિસની દુનિયામાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવતા ઇટાલી 2028થી વિમ્બલ્ડન પહેલા નવી ગ્રાસકોર્ટ એટીપી ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ઈટાલિયન ટેનિસ એન્ડ પેડલ ફેડરેશને ઓક્ટોબરમાં બ્રસેલ્સમાં યોજાનારી એટીપી 250 સ્તરની ટુર્નામેન્ટના અધિકારો ખરીદ્યા છે, જે હવે જૂનમાં ઇટાલીમાં યોજાશે.

મંગળવારે આ જાહેરાત કરતાં ફેડરેશનના પ્રમુખ એન્જેલો બિનાઘીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટનું સ્થળ હજી નક્કી થયું નથી, પરંતુ હવામાનને ધ્યાનમાં રાખીને તે ઉત્તર ઇટાલીમાં યોજાય તેવી શક્યતા છે.

તેમણે સંકેત આપ્યો હતો કે, મિલાનનું ઐતિહાસિક સાન સિરો સ્ટેડિયમ પણ એક સંભવિત સ્થળ હોઈ શકે છે, જ્યાં ફૂટબોલના મેદાનની અંદર ઘાસના મેદાનની રચના કરી શકાય છે. બિનાઘીએ કહ્યું કે સ્પેનમાં મેડ્રિડ ઓપન ખાતે સેન્ટિયાગો બર્નાબેઉ સ્ટેડિયમની અંદર પ્રેક્ટિસ કોર્ટ બનાવવામાં આવી રહી છે, તેથી આ વિચાર નવો નથી.

ઇટાલી અગાઉ 2022 થી 2024 સુધી ગૈબામાં મહિલાઓની ગ્રાસકોર્ટ ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે. વધુમાં, દેશ 2030 સુધી તુરિનમાં એટીપી ફાઇનલ્સ અને આગામી વર્ષ સુધી બોલોગ્નામાં ડેવિસ કપ ફાઇનલ્સનું આયોજન કરી રહ્યો છે.

દરમિયાન, આવતા મહિને યોજાનારી ઇટાલિયન ઓપન માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. યાનિક સિનરે તાજેતરમાં મોન્ટે કાર્લો માસ્ટર્સની ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો હતો, જે આયોજકોને આશા છે કે તે 50 વર્ષમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બની શકે છે.

ફેડરેશનએ અહેવાલ આપ્યો હતો કે, ઇટાલિયન ઓપનના મુખ્ય કોર્ટ કેમ્પો સેન્ટ્રલ પર પાછા ખેંચી શકાય તેવી છતનું નિર્માણ આ વર્ષની ટુર્નામેન્ટ પછી તરત જ શરૂ થશે, જે 2028 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય છે. ત્યારબાદ સ્ટેડિયમની ક્ષમતા 10,500થી વધારીને 12,400 કરવામાં આવશે.

બિનાઘીએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં જોડાઈને ભવિષ્યમાં ઇટાલિયન ઓપનને પાંચમું ગ્રાન્ડ સ્લેમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

તેમણે કહ્યું કે, અમે દરરોજ આ લક્ષ્ય વિશે વિચારીએ છીએ. આ એક નાની તક છે, પરંતુ જો આપણે તેનો લાભ લઈશું તો ઇટાલીને લાંબા સમય સુધી તેનો ફાયદો થશે. આ આપણું સપનું છે

હિન્દુસ્થાન સમાચાર /સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande