પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા, એકનું મોત
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ અને સુરક્ષા દળો, આતંકવાદીઓ સાથે અથડામણ કરી રહ્યા છે. બુધવારે મધ્યરાત્રિ પછી પોલીસે બગટુ ટોપ સરકી અને ચંબા ગુલ વિસ્તારોને ઘેરી લીધા હતા. પોલીસ કહે છે કે, આતંકવાદીઓ
સાંકેતિક


ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ અને સુરક્ષા દળો, આતંકવાદીઓ સાથે અથડામણ કરી રહ્યા છે. બુધવારે મધ્યરાત્રિ પછી પોલીસે બગટુ ટોપ સરકી અને ચંબા ગુલ વિસ્તારોને ઘેરી લીધા હતા. પોલીસ કહે છે કે, આતંકવાદીઓ સામેના મોટા ઓપરેશનમાં બે આતંકવાદીઓ અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા.

દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ કોહાટના ઉચ્ચ પોલીસ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક કલાકોથી ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યાં સુધી ફસાયેલા તમામ આતંકવાદીઓ માર્યા નહીં જાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. કોહાટના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઓપરેશન હવે નિર્ણાયક તબક્કે છે.

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande