બાયર્ન મ્યૂનિખે, રીઅલ મેડ્રિડને હરાવીને ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
મ્યુનિખ, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.). જર્મનીના દિગ્ગજ ક્લબ બાયર્ન મ્યૂનિખે, બુધવારે રાત્રે રોમાંચક મુકાબલામાં સ્પેનના રેકોર્ડ 15 વખતના ચેમ્પિયન રીઅલ મેડ્રિડને 4-3 (કુલ સ્કોર 6-4) થી હરાવીને યુઇએફએ ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લ
બાયર્ન મ્યૂનિખે જીત મેળવી


મ્યુનિખ, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.). જર્મનીના દિગ્ગજ ક્લબ બાયર્ન મ્યૂનિખે, બુધવારે રાત્રે રોમાંચક મુકાબલામાં સ્પેનના રેકોર્ડ 15 વખતના ચેમ્પિયન રીઅલ મેડ્રિડને 4-3 (કુલ સ્કોર 6-4) થી હરાવીને યુઇએફએ ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લુઇસ ડિયાઝ અને માઇકલ ઓલિસે મેચની અંતિમ ક્ષણોમાં ગોલ કરીને બાયર્નને યાદગાર જીત અપાવી હતી.

લુઇસ ડિયાઝે 89મી મિનિટમાં ગોલ કરીને બાયર્નને લીડ અપાવી હતી, જ્યારે માઈકલ ઓલિસે ઈન્જરી ટાઇમમાં ગોલ કરીને જીત મેળવી હતી. આ જીત સાથે બાયર્ન હવે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પેરિસ સેન્ટ-જર્મેન સામે ટકરાશે.

મેચની 86મી મિનિટમાં, રીઅલ મેડ્રિડના મિડફિલ્ડર એડ્યુઆર્ડો કામાવિંગાને બે યલો કાર્ડ મળ્યા બાદ રવાના કરવામાં આવ્યા હતા. પછી મેચના અંતે, આર્ડા ગુલરને પણ અસંમતિ માટે લાલ કાર્ડ મળ્યું, જેણે ટીમની પુનરાગમનની આશાઓને નબળી પાડી.

પ્રથમ હાફમાં ગોલનો વરસાદ

આર્ડા ગુલરે માત્ર 35 સેકન્ડમાં ગોલ કરીને રીઅલને લીડ અપાવીને મેચની ઝડપી શરૂઆત કરી હતી. બાયર્નના ગોલકીપર મેન્યુઅલ ન્યુઅરની ભૂલ હતી. જો કે, બાયર્ને પાંચ મિનિટ પછી એલેક્ઝાન્ડર પાવલોવિચના હેડરથી બરાબરી કરી હતી.

29મી મિનિટમાં, ગુલરે શાનદાર ફ્રી-કિક સાથે રીઅલને ફરીથી લીડ અપાવી હતી, પરંતુ હેરી કેને આઠ મિનિટ પછી ગોલ કરીને તેને 2-2 કરી દીધો હતો. ત્યારબાદ કિલીયન એમબાપ્પેએ હાફ ટાઇમ પહેલા જ ગોલ કરીને મેચ બરાબર કરી હતી.

બીજા હાફમાં સંઘર્ષ જોવા મળ્યો અને અંતે બાયર્ન ની જીત થઇ

બીજા હાફમાં રમતની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ બંને ટીમોએ તકો ઊભી કરી હતી. મેન્યુઅલ ન્યુઅરે બાયર્નને રમતમાં જાળવી રાખવા માટે શાનદાર બચાવ કર્યો હતો. જો કે, અંતે, કામાવિંગાના લાલ કાર્ડ પછી, બાયર્ને સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને મેચ જીતવા માટે સતત બે ગોલ કર્યા.

બાયર્નના કોચ વિન્સેન્ટ કોમ્પેનીએ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યુંઃ તે ક્લબ માટે એક મહાન રાત હતી. ટીમે એકતા અને આત્મવિશ્વાસ દર્શાવ્યો, જે જીતનું સૌથી મોટું કારણ હતું

રીઅલ મેડ્રિડના કોચ અલ્વારો અર્બેલોએ રેડ કાર્ડ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આટલી મોટી મેચમાં આ પ્રકારનો નિર્ણય રમતની સુંદરતાને અસર કરે છે.

આ જીત સાથે બાયર્ન મ્યૂનિખે શાનદાર પુનરાગમન કર્યું છે અને હવે તેમની નજર ખિતાબ જીતવા પર છે.

હિન્દુસ્થાન સમાચર /સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande