પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ, આઠના મોત, પાંચની હાલત ગંભીર
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુરમાં ગેસ પાઇપલાઇનમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે. વિસ્ફોટની ઝપેટમાં આવેલા અન્ય પાંચ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તમામ મૃત
ખૈબર પખ્તુનખ્વાના ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુરમાં ગેસ પાઇપલાઇનમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે. વિસ્ફોટની ઝપેટમાં આવેલા અન્ય પાંચ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તમામ મૃતકો એક જ પરિવારના છે. આ તમામ લોકો હત્તાર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેસ પાઇપલાઇનમાં લાગેલી આગમાં ફસાઈ ગયા હતા. આગ ઓલવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવી પડી હતી.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, હરિપુરના ડેપ્યુટી કમિશનર વસીમ અહેમદે મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ અકસ્માત ગુરુવારે થયો હતો. આગમાં ફસાયેલા છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકો, બે છોકરીઓ, બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે સાત-આઠ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હત્તાર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કોલોની મોડ પાસે કોટ નજીબુલ્લાહમાં ગેસ પાઇપલાઇનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આના કારણે નજીકની એક ફેક્ટરીમાં નાસભાગ મચી ગઈ હતી. ફેક્ટરીના કર્મચારીઓ તો ગમે તે રીતે બચીને નીકળી ગયા, પરંતુ નજીકના રહેણાંક વિસ્તારમાં ઘણા લોકો ફસાઈ ગયા. રેસ્ક્યૂ 1122 ના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની તીવ્રતાને જોતા માનસેહરા, એબટાબાદ, મરદાન અને સ્વાબીથી સાત વધારાના ફાયર ફાઈટર વાહનો અને ફાયરમેનોને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હઝારા ડિવિઝનમાં ગેસનો પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો.

પ્રાંતના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, પ્રાંતીય સરકાર પીડિત પરિવારોની સાથે છે અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ સંબંધમાં હરિપુરના જિલ્લા પોલીસ અધિક્ષક શફીઉલ્લાહ ગંડાપુરે જણાવ્યું હતું કે પાંચ મૃતદેહોને કોટ નજીબુલ્લાહ હોસ્પિટલ અને ત્રણને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande