કેટને અક્ષય તૃતીયા પર, 20 હજાર કરોડના વેપારનો અંદાજ
-રેકોર્ડ કિંમતો વચ્ચે, મજબૂત માંગ અને ખરીદીની રીતમાં ફેરફાર થઈ રહ્યો છે નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ) પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વધારા છતાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ રવિવારે જણા
કૈંટ


-રેકોર્ડ કિંમતો

વચ્ચે, મજબૂત માંગ અને ખરીદીની રીતમાં ફેરફાર થઈ રહ્યો છે

નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ) પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સોના-ચાંદીના

ભાવમાં અભૂતપૂર્વ વધારા છતાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ રવિવારે

જણાવ્યું હતું કે “ક્યારેય ન ઘટતી સમૃદ્ધિ” નું પ્રતીક ગણાતી અક્ષય તૃતીયાના અવસરે

આજે દેશભરમાં અંદાજે 20 હજાર કરોડ

રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. કેટ દ્વારા જણાવાયું છે કે,” એકલી દિલ્હીમાં

અંદાજે 6 હજાર કરોડ

રૂપિયાનો વેપાર થશે.”

ચાંદની ચોકના સાંસદ અને કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ

ખંડેલવાલે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,” અક્ષય તૃતીયા પરંપરાગત રીતે

સોનું ખરીદવા માટે દેશના સૌથી શુભ અવસરોમાંનો એક રહ્યો છે.” ખંડેલવાલે જણાવ્યું કે,”

એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલું રોકાણ કાયમી સમૃદ્ધિ લાવે છે.” તેમણે

કહ્યું, “જોકે સોનું હજુ

પણ ખરીદીનું કેન્દ્ર બનેલું છે, પરંતુ ઝડપથી વધતી કિંમતોના કારણે ખરીદીના સ્વરૂપમાં સ્પષ્ટ

ફેરફાર જોવા મળી રહ્યો છે.”

કેટ મહામંત્રીએ કહ્યું કે.” આ વર્ષે સોનાના ભાવ ગયા વર્ષના

અંદાજે 1 લાખ રૂપિયા

પ્રતિ 10 ગ્રામથી વધીને

અંદાજે 1.58 લાખ રૂપિયા સુધી

પહોંચી ગયા છે, જ્યારે ચાંદી 85 હજાર રૂપિયા

પ્રતિ કિલોથી વધીને 2.55 લાખ રૂપિયા

પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.” તેમણે કહ્યું કે,” કિંમતોમાં આ તીવ્ર

વધારાએ ગ્રાહકોના વર્તનમાં મોટો ફેરફાર લાવી દીધો છે. જોકે, ઊંચા ભાવો હોવા

છતાં માંગ નબળી પડી નથી, પરંતુ ખરીદી હવે

વધુ વિચારીને અને મૂલ્ય-આધારિત થઈ રહી છે.”

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયાએ જણાવ્યું હતું કે,”

દેશભરના ઝવેરીઓએ બદલાતા પ્રવાહો મુજબ પોતાની રણનીતિઓમાં ફેરફાર કર્યો છે. “હળવા

વજનના આભૂષણો, રોજિંદા પહેરવા

માટેની ડિઝાઇન, તેમજ ચાંદી અને

હીરાના ઉત્પાદનો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ મેકિંગ ચાર્જમાં છૂટ

અને સોનાના નાના સિક્કા જેવા આકર્ષક ઓફર્સ દ્વારા ગ્રાહકોને જોડવાનો પ્રયાસ

કરવામાં આવી રહ્યો છે.” તેમણે કહ્યું કે,” જ્યાં એક તરફ કુલ વેપારનું મૂલ્ય વધી

રહ્યું છે, ત્યાં બીજી તરફ

વાસ્તવિક જથ્થામાં ઘટાડો એક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યો છે.”

કેટના સહયોગી સંગઠન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ

ફેડરેશન (એઆઈજેજીએફ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડા દ્વારા, શેર કરવામાં આવેલા

આંકડા અનુસાર, 16 હજાર કરોડ

રૂપિયાના અંદાજિત સોનાના વેપારનો અર્થ વર્તમાન કિંમતો પર અંદાજે 10 હજાર કિલો (10 ટન) સોનાનું

વેચાણ છે. તેમણે કહ્યું કે,” જો આને દેશભરના અંદાજિત 2 થી 4 લાખ ઝવેરીઓમાં

વહેંચવામાં આવે, તો પ્રતિ ઝવેરી

સરેરાશ માત્ર 25 થી 50 ગ્રામ સોનાનું

વેચાણ થાય છે, જે જથ્થામાં

સ્પષ્ટ ઘટાડો દર્શાવે છે.”

પંકજ અરોડાએ જણાવ્યું કે,” આ જ રીતે 4 હજાર કરોડ

રૂપિયાના ચાંદીના વેપારનો અર્થ અંદાજે 157 ટન ચાંદીનું વેચાણ છે, જેનાથી પ્રતિ ઝવેરી સરેરાશ માત્ર 400 થી 800 ગ્રામ ચાંદીનું

વેચાણ થાય છે.”

અરોડાએ કહ્યું, “આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે કિંમતોમાં વધારાને કારણે

વેપારનું મૂલ્ય તો વધી રહ્યું છે, પરંતુ વાસ્તવિક વપરાશ ઘટી રહ્યો છે. આ જ કારણ છે કે, આ

વર્ષે બજારમાં હળવા આભૂષણો અને નાના સિક્કાઓની માંગ વધુ છે.”

તેમણે કહ્યું કે,” કિંમતોમાં વધઘટને કારણે ઝવેરીઓ માટે

સ્ટોક મેનેજમેન્ટ એક મોટો પડકાર બની ગયો છે.” અરોડાએ જણાવ્યું કે,” આ છતાં

તહેવારની સકારાત્મક ભાવનાને કારણે બજારોમાં સારી ઘરાકી જોવા મળી રહી છે. ગ્રાહકો

હવે પરંપરાગત આસ્થાની સાથે આર્થિક સમજદારીને ધ્યાનમાં રાખીને મર્યાદિત અને

વિવેકપૂર્ણ રોકાણ કરી રહ્યા છે. આની સાથે જ ડિજિટલ ગોલ્ડ, સોવરિન ગોલ્ડ

બોન્ડ (એસજીબી) અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) જેવા વૈકલ્પિક રોકાણના વિકલ્પો

તરફ પણ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, જે વધુ તરલતા, સુરક્ષા અને લવચીકતા પૂરી પાડે છે.”

કેટ અને એઆઈજેજીએફ એ તમામ ઝવેરીઓને અપીલ કરી છે કે, તેઓ

અનિવાર્ય હોલમાર્કિંગ (એચયુઆઈડી) નું ચુસ્તપણે પાલન કરે, જેથી પારદર્શિતા

સુનિશ્ચિત થાય અને ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત થાય. ગ્રાહકોને પણ ખરીદી દરમિયાન

શુદ્ધતા અને પ્રમાણિકતા પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજ વૈશાખ

મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને કહેવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ

દિવસે જે પણ શુભ કાર્યો કરવામાં આવે છે, તેનું અક્ષય ફળ મળે છે. આ કારણે જ તેને અક્ષય તૃતીયા

કહેવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande