ગોવાની સાધ્વી સૈલને, ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2026નો તાજ પહેરાવવામાં આવ્યો
નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ભુવનેશ્વરમાં આયોજિત ફેમિના મિસ ઈન્ડિયા 2026ના 61 મા સંસ્કરણમાં, ગોવાની સાધ્વી સૈલે ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2026નો તાજ જીત્યો. આ વિજય સાથે, તે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મહા
સૌંદર્ય


નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ભુવનેશ્વરમાં આયોજિત ફેમિના મિસ ઈન્ડિયા 2026ના 61 મા સંસ્કરણમાં, ગોવાની સાધ્વી

સૈલે ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2026નો તાજ જીત્યો. આ વિજય સાથે, તે હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું

પ્રતિનિધિત્વ કરશે. મહારાષ્ટ્રની રજનીંદિની પવારને, પ્રથમ રનર-અપ જાહેર કરવામાં

આવી હતી, અને શ્રી

અદ્વૈતને બીજા રનર-અપ જાહેર કરવામાં આવી હતી. વિજેતાઓના નામ સાથે સ્પર્ધાના

પરિણામો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

ભુવનેશ્વરમાં કેઆઇઆઇટીયુનિવર્સિટીમાં

આયોજિત, આ ભવ્ય કાર્યક્રમની થીમ કનેક્ટિંગ ધ ડોટ્સ - ડાલ્ટર્સ ઓફ ધિસ

સોઈલ હતી. આ થીમ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાને સુંદર રીતે પ્રદર્શિત

કરે છે. દેશભરના સ્પર્ધકોએ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને પ્રતિભાના પ્રભાવશાળી પ્રદર્શનો દર્શાવ્યા

હતા, જેનાથી ગ્રાન્ડ

ફિનાલે યાદગાર બન્યો હતો.

ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રવ્યાપી પ્રતિભા શોધ સાથે

સ્પર્ધા શરૂ થઈ હતી, જ્યાં વિવિધ

રાજ્યોમાંથી સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ટોચના 30 સ્પર્ધકોએ,

મુંબઈમાં એક ખાસ ગ્રૂમિંગ સત્રમાં ભાગ લીધો હતો. ગ્રાન્ડ ફિનાલે પહેલા, સ્પર્ધકોએ

ઓડિશાની સંસ્કૃતિનું અન્વેષણ કર્યું અને પુરીમાં જગન્નાથ મંદિર અને કોણાર્ક સૂર્ય

મંદિરની મુલાકાત લીધી.

રંગીન સાંજનું આયોજન મનીષ પોલ અને સારાહ જેન ડાયસ દ્વારા

કરવામાં આવ્યું હતું, જ્યારે જુબિન

નૌટિયાલ, લોરેન ગોટલીબ અને

ઇશાન ખટ્ટરે પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. નિર્ણાયક પેનલમાં ઝીનત અમાન, મધુર ભંડારકર, દુતી ચંદ, નેહા ધૂપિયા, ટેરેન્સ લુઇસ, સેલિના જેટલી અને

અમલ મલિક જેવા અગ્રણી નામોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમે ફરી એકવાર સાબિત કર્યું

કે, ભારતીય મહિલાઓ તેમની સુંદરતા, આત્મવિશ્વાસ અને હેતુ સાથે વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડવા

માટે તૈયાર છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande