
ગૌહાટી, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર વેગ પકડ્યો છે. ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજે ફરી એકવાર પ્રચારમાં ભાગ લેવા માટે રાજ્યની મુલાકાત લેશે. અમિત શાહ, આજે બપોરે 3 વાગ્યે કાલિયાબરમાં એનડીએ ઉમેદવાર અને મંત્રી કેશવ મહંતના સમર્થનમાં પ્રચાર કરશે. આ રેલીમાં તેઓ, ભાજપ અને એનડીએ ગઠબંધનના ઉમેદવારો માટે સમર્થન માંગશે અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો પર પ્રકાશ પાડશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ