અમિત શાહ કોલકતા પહોંચ્યા, શુભેન્દુ અધિકારીના નામાંકનમાં હાજરી આપશે
કોલકતા, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બુધવારે મોડી રાત્રે કોલકતા પહોંચ્યા. દમદમ સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમનું સ્વાગત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બુધવારે મોડી રાત્રે કોલકતા પહોંચ્યા


કોલકતા, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બુધવારે મોડી રાત્રે કોલકતા પહોંચ્યા. દમદમ સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમનું સ્વાગત પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર સહિત અનેક વરિષ્ઠ પક્ષના નેતાઓએ કર્યું.

ભાજપના જણાવ્યા અનુસાર, અમિત શાહ ગુરુવારે શુભેન્દુ અધિકારીના નામાંકન સમારોહમાં હાજરી આપશે. શુભેન્દુ અધિકારી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પોતાનું નામાંકન દાખલ કરશે. ભાજપે આ માટે વ્યાપક તૈયારીઓ કરી છે.

નોમિનેશન પહેલાં હાજરા મોડથી સર્વે બિલ્ડિંગ સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજરી આપે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ રેલીમાં ભાગ લેશે અને ત્યારબાદના નામાંકન સમારોહ દરમિયાન હાજર રહેશે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, આ નામાંકન માત્ર ઔપચારિકતા નથી પરંતુ રાજ્યમાં રાજકીય પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પાર્ટી આ કાર્યક્રમ દ્વારા પોતાની તાકાત દર્શાવવાની પણ તૈયારી કરી રહી છે.

સુરક્ષા કારણોસર, રેલીના રૂટ પર અને નામાંકન સ્થળની આસપાસ વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે કોઈપણ વિક્ષેપ ટાળવા માટે ટ્રાફિક વ્યવસ્થામાં જરૂરી ફેરફારો પણ કર્યા છે. સમગ્ર વિસ્તારમાં નો-એન્ટ્રી આદેશ લાદવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભવાનીપુર બેઠક રાજ્યની મુખ્ય વિધાનસભા બેઠકોમાંની એક માનવામાં આવે છે, જ્યાં આ વખતે સ્પર્ધા ખૂબ જ રસપ્રદ રહેવાની ધારણા છે. અહીં મોટી સંખ્યામાં ગુજરાતી અને હિન્દી ભાષી સમુદાયો રહે છે, જ્યારે 17 ટકા મતદારો મુસ્લિમ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, તેઓ હંમેશાની જેમ આ બેઠક જીતશે. સુવેન્દુ અધિકારી ભવાનીપુર તેમજ નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેઓ વર્તમાન ધારાસભ્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande