ટ્રમ્પના સંબોધન પહેલા યુએઈ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
અબુ ધાબી, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રને સંબોધનના થોડા સમય પહેલા ઈરાને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પર હુમલો કર્યો. યુએઈ ના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે, ઈરાને યુએઈ માં મિસાઇલો અને ડ્રોનનું આક્રમણ કર્યું
યુએઈ માં મિસાઇલો અને ડ્રોનનું આક્રમણ


અબુ ધાબી, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રને સંબોધનના થોડા સમય પહેલા ઈરાને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પર હુમલો કર્યો. યુએઈ ના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે, ઈરાને યુએઈ માં મિસાઇલો અને ડ્રોનનું આક્રમણ કર્યું છે.

સીએનએન ના પ્રારંભિક અહેવાલો અનુસાર, યુએઈ ના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે વહેલી સવારે જણાવ્યું હતું કે, દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ હાલમાં આવનારા મિસાઇલ અને ડ્રોન, ધમકીઓને અટકાવવા માટે કામ કરી રહ્યા છે. આ માહિતી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું ભાષણ શરૂ કર્યું તેના થોડા સમય પહેલા આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશભરમાં સાયરન વાગી રહ્યા હતા, અને જનતાને શાંત રહેવા અને સલામતી અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. નોંધનીય છે કે માર્ચમાં, ઇઝરાયલી-અમેરિકી સંયુક્ત હુમલાઓના જવાબમાં ઈરાને યુએઈ પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો.

31 માર્ચ સુધીમાં, યુએઈ સંરક્ષણ દળોએ 433 બેલિસ્ટિક મિસાઇલો અને 1,977 થી વધુ ડ્રોનનો નાશ કરવાનો દાવો કર્યો હતો. કેટલાક હુમલા ફુજૈરાહ તેલ ક્ષેત્રો અને દુબઈ એરપોર્ટ નજીક થયા હતા. આ હુમલાઓમાં ત્રણ લશ્કરી કર્મચારીઓ સહિત 12 લોકો માર્યા ગયા. પ્રાદેશિક તણાવ વચ્ચે ઈરાને યુએઈના માળખાને નિશાન બનાવ્યું છે. આ હુમલો 2022માં હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા કરતાં વધુ ગંભીર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande