હોર્મુઝ પર તણાવ વધતા કાચા તેલના ભાવમાં ઉછાળો, બ્રેન્ટ ક્રૂડનો ભાવ 96.27 ડોલર પ્રતિ બેરલ
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) લગભગ બંધ થવાને કારણે કાચા તેલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 6.5 ટકા ઉછળીને 96.27 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) લગભગ બંધ થવાને કારણે કાચા તેલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 6.5 ટકા ઉછળીને 96.27 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 7.5 ટકાના વધારા સાથે 90 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠો ખોરવાવાની આશંકા વચ્ચે અમેરિકન બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ બંનેની કિંમતોમાં તેજી નોંધાઈ છે. કારોબાર દરમિયાન ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 5.20 ડોલર એટલે કે 6.20 ટકાના ઉછાળા સાથે 89.05 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પણ 4.81 ડોલર એટલે કે 5.32 ટકાના વધારા સાથે 95.19 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, વૈશ્વિક બજારમાં તણાવની અસર ઝડપથી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande