મુંબઈમાં કપિલ શર્માને, પંજાબી આઇકોન એવોર્ડથી સન્માનિત કરાયા
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) મુંબઈમાં યોજાયેલા પંજાબી આઇકોન એવોર્ડ્સ આ વખતે તારાઓથી ભરેલી સાંજ હતી. ચરણ સિંહ સપ્રા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મનોરંજન, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સમારંભનો ઉદ્દેશ વિવિધ ક્ષેત
સન્માન


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) મુંબઈમાં યોજાયેલા પંજાબી આઇકોન એવોર્ડ્સ આ વખતે તારાઓથી ભરેલી સાંજ હતી. ચરણ સિંહ સપ્રા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મનોરંજન, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સમારંભનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં પંજાબી સમુદાયની પ્રતિભા, વિવિધતા અને વૈશ્વિક પ્રભાવનું સન્માન કરવાનો હતો.

સાંજે મુખ્ય આકર્ષણ ત્યારે આવ્યું જ્યારે પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માને મનોરંજન ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચરણ સિંહ સપ્રાએ કહ્યું કે પંજાબિયતની સરળતા અને આત્મીયતા કપિલમાં હજુ પણ જીવંત છે. આ સન્માન પ્રાપ્ત કરવા પર કપિલે કહ્યું કે પોતાની સંસ્કૃતિ સાથે ઓળખ થવી હંમેશા ગર્વની વાત છે અને પંજાબની સુગંધ મુંબઈમાં પણ અનુભવાય છે.

આ કાર્યક્રમમાં એકતા કપૂર, રાજ કુંદ્રા, ગીતા બસરા અને હર્ષદીપ કૌર સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. હર્ષદીપ કૌરની સંગીતમય પ્રસ્તુતિએ સાંજને વધુ ખાસ બનાવી દીધી હતી. આ કાર્યક્રમ માત્ર સિદ્ધિઓની ઉજવણી જ નહીં પરંતુ પંજાબની સમૃદ્ધ સંસ્કૃતિ અને તેની વૈશ્વિક ઓળખની ઉજવણી પણ હતી.

હિન્દુસ્થાન સમાચાર /લોકેશ ચંદ્ર દુબે/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande