વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેતો, એશિયામાં તેજીનું વલણ
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજાર ગત સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે ઉછાળા સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ ગત સત્ર દરમિયાન વેચવા
વૈશ્વિક શેર બજાર


નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજાર ગત સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે ઉછાળા સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ ગત સત્ર દરમિયાન વેચવાલીનું દબાણ રહ્યું હતું. બીજી તરફ એશિયન બજારોમાં આજે સામાન્ય રીતે તેજીનું વલણ જોવા મળી રહ્યું છે.

અમેરિકન બજારમાં ગત સત્ર દરમિયાન નફો વસૂલીના કારણે વેચવાલીનું દબાણ રહ્યું હતું, જેના કારણે વોલ સ્ટ્રીટના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.01 ટકાની નજીવી નબળાઈ સાથે 49,442.56 અંકના સ્તર પર આવી ગયું છે. તેવી જ રીતે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.24 ટકાના ઘટાડા સાથે 7,109.14 અંકના સ્તર પર ગત સત્રમાં બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક 0.26 ટકા ઘટીને 24,404.39 અંકના સ્તર પર બંધ થયો હતો. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલમાં 0.12 ટકાની મજબૂતી સાથે 49,500.20 અંકના સ્તર પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.

યુરોપિયન બજારમાં પણ ગત સત્ર દરમિયાન ઘટાડાનું વલણ રહ્યું હતું. એફટીએસઈ ઇન્ડેક્સ 0.55 ટકા ઘટીને 10,609.08 અંકના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે સીએસી ઇન્ડેક્સ 94.08 પોઈન્ટ એટલે કે 1.13 ટકા ઘટીને 8,331.05 અંકના સ્તર પર ગત સત્રના અંતે બંધ થયો હતો. આ ઉપરાંત ડેક્સ ઇન્ડેક્સ 284.44 પોઈન્ટ એટલે કે 1.16 ટકાની નબળાઈ સાથે 24,417.80 અંકના સ્તર પર બંધ થયો હતો.

એશિયન બજારમાં આજે સામાન્ય રીતે ખરીદીનું વલણ જોવા મળી રહ્યું છે. એશિયાના નવ બજારોમાંથી સાત સૂચકાંકો મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે, જ્યારે બે સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે. જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.77 ટકાની નબળાઈ સાથે 7,535.71 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.24 ટકા ઘટીને 4,072.39 અંકના સ્તર પર આવી ગયો છે.

બીજી તરફ, ગિફ્ટ નિફ્ટી 109 પોઈન્ટ એટલે કે 0.45 ટકાની મજબૂતી સાથે 24,450.50 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઇન્ડેક્સ 0.11 ટકાની તેજી સાથે 5,009.65 અંકના સ્તર પર પહોંચ્યો છે. કોસ્પી ઇન્ડેક્સે આજે મોટો ઉછાળો માર્યો છે. હાલમાં આ સૂચકાંક 143.81 પોઈન્ટ એટલે કે 2.31 ટકા ઉછળીને 6,362.90 અંકના સ્તર પર આવી ગયો છે.

તેવી જ રીતે તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 680.27 પોઈન્ટ એટલે કે 1.84 ટકાના ઉછાળા સાથે 37,639.07 અંકના સ્તર પર પહોંચી ગયો છે. આ ઉપરાંત નિક્કી ઇન્ડેક્સ 753.11 પોઈન્ટ એટલે કે 1.28 ટકાની મજબૂતી સાથે 59,578 અંકના સ્તર પર, હેંગસેંગ ઇન્ડેક્સ 95.93 પોઈન્ટ એટલે કે 0.36 ટકાની તેજી સાથે 26,457 અંકના સ્તર પર અને સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.31 ટકાના ઉછાળા સાથે 1,486.37 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande