પોસ્ટર સાથે, જુનિયર એનટીઆરની ફિલ્મની મોટી જાહેરાત
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) અભિનેતા જુનિયર એનટીઆર ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ ''દેવરા'' પછી હવે તે નિર્દેશક પ્રશાંત નીલની આગામી ફિલ્મ માટે સમાચારોમાં છે. લાંબી રાહ જોયા પછી, નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર પાડ્
ફિલ્મ


નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) અભિનેતા જુનિયર એનટીઆર ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ 'દેવરા' પછી હવે તે નિર્દેશક પ્રશાંત નીલની આગામી ફિલ્મ માટે સમાચારોમાં છે. લાંબી રાહ જોયા પછી, નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર પાડ્યું છે, જે જુનિયર એનટીઆરના શક્તિશાળી દેખાવને દર્શાવે છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ વધ્યો છે.

પોસ્ટરમાં જુનિયર એનટીઆર લાંબા વાળ અને જાડી દાઢી સાથે નવા લુકમાં જોવા મળી રહ્યા છે. કાળા કુર્તા અને જેકેટમાં તેનો ગંભીર દેખાવ ફિલ્મના તીવ્ર પાત્ર તરફ સંકેત આપે છે. પોસ્ટરમાં લખેલું હતું, જ્યારે વાવાઝોડું તેનો હેતુ શોધે છે ........... નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે, ફિલ્મનો ફર્સ્ટ લુક 20 મેના રોજ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 11 જૂન 2027ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રજૂ થશે. આ મોટી જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ચાહકોએ પોસ્ટરને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે.

મૈત્રી મૂવી મેકર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અનિલ કપૂર વિલનની ભૂમિકા ભજવે તેવી અફવા છે. આ ઉપરાંત શાહિદ કપૂર પણ આ પ્રોજેક્ટમાં જોડાય તેવી અટકળો છે. જો કે, કાસ્ટ અંગે સત્તાવાર પુષ્ટિ કરવાની બાકી છે. પ્રશાંત નીલ અને જુનિયર એનટીઆરની આ પહેલી ફિલ્મ છે અને તેને અત્યાર સુધીની સૌથી મોટી અખિલ ભારતીય ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande