
જુનાગઢ, 24 એપ્રિલ (હિ.સ.) : સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 'પોષણ પખવાડિયા-૨૦૨૬' ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનું અસરકારક અમલીકરણ તેમજ જન આંદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી થાય તે માટે ભેસાણ ઘટકના સેજા કક્ષાએ 'પોષણ પખવાડિયા-૨૦૨૬' ની ઉજવણીના ભાગરૂપે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત રાણપુર, મેંદપરા અને ચુડા સેજામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ટી.એચ.આર અને શ્રીઅન્ન/મિલેટસમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં પોષણ વાનગી સ્પર્ધાની હરિફાઈ અંતગર્ત પ્રથમ, દ્વિતીય અને તુતીય નંબર આપવામાં આવ્યા હતા.
જેમને પ્રમાણપત્ર આપીને આ આંગણવાડી કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।. તેમજ પોષણ પખવાડિયા ૨૦૨૬ ઉજવણીની મુખ્ય થીમ (૧) માતા અને બાળકનું પોષણ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્તર સુધારવા જનજાગૃતિ (૨) પ્રારંભિક ઉત્તેજન ૦ થી ૩ વર્ષના બાળકોના માનસિક વિકાસ માટે વાલીઓ સાથે સંવાદ અને (૩) રમત આધારિત શિક્ષણ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો માટે પ્રવૃત્તિમય શિક્ષણની થીમ મુજબ ઉજવણી કરવામાં આવે છે.
આ ઉપરાંત સદર થીમમાં થતી વિવિધ પ્રવૃતિઓની એન્ટ્રી 'જન આંદોલન ડેશબોર્ડ' પર સમયસર અને સચોટ રીતે કરવા આવે છે. તેમજ હાલમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરીને ઉજવણી કરવામાં આવે છે. તેમ બાળ વિકાસ યોજના અધિકારી ભેસાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ