જૂનાગઢમાં સ્વીપ એક્ટિવિટી અન્વયે વાર્તાલાપ અને મતદાન જાગૃતિ ગરબા યોજાયા
જુનાગઢ 24 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સ્વીપ (SVEEP) નોડલ અધિકારીશ્રીની સૂચના અન્વયે જૂનાગઢ જિલ્લામાં તમામ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો સાથે શાળા કક્ષાએ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજ
વાર્તાલાપ અને મતદાન જાગૃતિ ગરબા યોજાયા


જુનાગઢ 24 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને સ્વીપ (SVEEP) નોડલ અધિકારીશ્રીની સૂચના અન્વયે જૂનાગઢ જિલ્લામાં તમામ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો સાથે શાળા કક્ષાએ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આંગણવાડી કાર્યકર, એ.એન.એમ.,આશા બહેનો અને સ્વ સહાય જૂથના બહેનો દ્વારા મતદાન જાગૃતિ અન્વયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવા, તેઓને ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. તેમ જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande