
પાટણ, 24 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ, બેઠકો અને મતદાન મથકોની વિગતો સામેલ છે.
ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 21 વોર્ડ, 81 બેઠકો અને 147 મતદાન મથકો નક્કી કરાયા છે. જિલ્લામાં કુલ 1,53,159 મતદારો નોંધાયેલા છે, જેમાં 79,748 પુરુષો, 73,400 મહિલાઓ અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
પાટણ નગરપાલિકામાં 11 વોર્ડ અને 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અહીં કુલ 1,08,999 મતદારો છે, જેમાં 56,531 પુરુષો, 52,458 મહિલાઓ અને 10 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. પાટણમાં સૌથી વધુ 101 મતદાન મથકો રાખવામાં આવ્યા છે.
સિદ્ધપુર નગરપાલિકામાં 9 વોર્ડ અને 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અહીં 42 મતદાન મથકો પર 40,371 મતદારો મતદાન કરશે, જેમાં 21,246 પુરુષો અને 19,125 મહિલાઓનો સમાવેશ થાય છે.
રાધનપુર (પેટા) નગરપાલિકામાં 1 વોર્ડ અને 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. અહીં 4 મતદાન મથકો પર 3,789 મતદારો નોંધાયેલા છે. શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન માટે તમામ જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ