
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગરમાં ધો.1માં ખાનગી શાળામાં પ્રવેશ માટે આરટીઇના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દીવસ છે. જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં આરટીઇના કુલ 7227 ફોર્મ ભરાયા છે. જેમાંથી 2437 ફોર્મ નામંજૂર થયા છે. રીજેકટ થયેલા ફોર્મમાં ખૂટતા દસ્તાવેજો 27 થી 29 એપ્રિલ સુધી અપલોડ કરી શકાશે. મેરીટ અને પસંદગીના આધારે બાળકોને શાળાની ફાળવણી કરાશે. રી આરટીઇના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી 4 મેના જાહેર થશે.
જામનગરમાં આરટીઇ એટલે કે રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ ફરજીયાત એજયુકેશન એકટ-2009 અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી આવતા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ છે.
જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 120 ખાનગી શાળાઓમાં આરટીઇની 808 બેઠક માટે 22 એપ્રિલ સુધીમાં 4452 ફોર્મ ભરાયા હતાં. જયારે જિલ્લા પંચાયત હસ્તકની 213 ખાનગી શાળામાં આરટીઇની 1095 બેઠક માટે 2775 ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું છે.આમ કુલ આરટીઇની 1903 બેઠક માટે અત્યાર સુધીમાં 7227 ફોર્મ ભરાયા છે.
ફોર્મની ચકાસણી દરમ્યાન જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ખાનગી શાળામાં ભરાયેલા 4452 ફોર્મ પૈકી 1437 અને જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં ભરાયેલા 2775 પૈકી 1000 ફોર્મ નામંજૂર થયા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કુલ 3015 અને જિલ્લા પંચાયત હસ્તકની ખાનગી શાળાઓમાં કુલ 1771 ફોર્મ મળી કુલ 4786 ફોર્મ મંજૂર થયા છે. જો કે, ખાનગી શાળાઓમાં ધો.1 માં આરટીઇ હેઠળ નિ:શુલ્ક પ્રવેશ મેળવવા વાલીઓનો ભારે ધસારો છે ત્યારે આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાના પોર્ટલમાં ધાંધિયાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt