JCI પોરબંદર પ્લસ દ્વારા, ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ.
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)જેસીઆઈ પોરબંદર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમ્યાન જાણીતા આંતરરાષ્ટ્રીય ઉધોગપતિ અને પોરબંદરનું ગ
JCI પોરબંદર પ્લસ દ્વારા ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ.


JCI પોરબંદર પ્લસ દ્વારા ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ.


JCI પોરબંદર પ્લસ દ્વારા ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ.


JCI પોરબંદર પ્લસ દ્વારા ચેસ ટૂર્નામેન્ટ યોજાઈ.


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)જેસીઆઈ પોરબંદર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમ્યાન જાણીતા આંતરરાષ્ટ્રીય ઉધોગપતિ અને પોરબંદરનું ગૌરવ ગણાતા રિઝવાનભાઈ આડતિયાએ વિશેષ હાજરી આપી અને આયોજન માટે જેસીઆઈની ટીમને બિરદાવી હતી.

આ ટૂર્નામેન્ટમાં પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા FIDE માન્ય Swiss System મુજબ Swiss-Manager સોફ્ટવેર દ્વારા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ પારદર્શક અને સ્પર્ધાત્મક રહ્યો હતો।

ટૂર્નામેન્ટમાં કુલ 5 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી – અંડર 8, અંડર 12, અંડર 16, ઓપન એઇજ તથા મહિલા ઓપન કેટેગરી. જેમાં, 5 વર્ષ થી લઈ ને ૭૫ વર્ષ ના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી જીત મેળવી હતી. વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા।

આ ટૂર્નામેન્ટમાં ડિરેક્ટર તરીકે દિવ્યેશ થોભાણી અને આર્બિટર્સ તરીકે મૈત્રેય સોનેજી, યોગેશ કંસારા, કમલ માખેચા, ગૌતમ જોશી, મનીષ બામણિયા, ક્રિષ્નાબેન જોષી તથા મહેશભાઈ નાંઢા દ્વારા, સફળ નિરીક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું।

આયોજનને સફળ બનાવવા માટે JCI પોરબંદર પ્લસના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા તથા પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચાના માર્ગદર્શન હેઠળ યુવા ટીમના પ્રમુખ પ્રતિક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી તથા પ્રોજેક્ટ ટીમના કેવલ પટેલ, ભાવેશ તન્ના, ધૈવત વિઠલાણી અને હરેશ રાડિયાએ જહેમત ઉઠાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ શહેરમાં ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમતને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું અને ભવિષ્યમાં પણ આવા આયોજનોથી યુવા પ્રતિભાઓને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો।

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande