જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામે ઘરમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો : રાજકોટ-જામનગરના 10 પંટર પકડાયા
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપી પાડ્યો હતો. જયદિપસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સો પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કાલાવડ
જુગાર


જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપી પાડ્યો હતો. જયદિપસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સો પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડો મકાન માલિક સહિત 10 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. દરોડા દરમિયાન રોકડ, મોબાઇલ અને કાર સહિત કુલ રૂા.6.43 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામે રહેતો જયદિપસિંહ હરદેવસિંહ જાડેજા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધન સગવડ પુરી પાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આવી ચોક્કસ બાતમીના આધારે કાલવડ ગ્રામ્ય પોલીસે મેટીયા ગામે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જુગાર રમી રહેલાં મકાન માલિક સહિત રવિરાજભાઇ જયેશભાઇ રાઠોડ, સમીર મનુભાઇ સોરઠીયા, હિતેષ જેન્તીભાઇ વાઘેલા, , દિનેશ સોંડાભાઇ ગોલતર , અશ્વીન રમણીકભાઇ નંદા , રજનીકાંત વિઠલભાઇ સાંગાણી , જનતા ફાટક જામનગર), સુનિલ દિનેશભાઇ સોંદરવા , મહાવિરસિંહ ભીખુભા જાડેજા , દિપક રમણીકભાઇ પાંભર નામના 10 શખ્સો પોલીસ ઝપટે ચડ્યાં હતાં. પોલીસે તમામ પકડાયેલા શખ્સો પાસેથી રૂા.1,05,000 ની રોકડ, રૂા.38,000 ની કિંમતના આઠ મોબાઇલ ફોન, રૂા.5,00,000 ની કિંમતની એક કાર સહિત કુલ રૂા.6,43,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande