જામનગરમાં પોલીસકર્મીઓને ધારિયું બતાવી ઝપાઝપી અને ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરનાર બેલડી ઝડપાઈ
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લુ ધારિયું લઇને નીકળેલા શખ્સને ઝડપી લેવા માટે ગયેલી 112ની ટીમના ફરજ પરના પોલીસકર્મી સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી ધારિયું બતાવી ફરજમાં રૂકાવટ કર્યા બાદ ખોડિયાર કોલોની વિસ્તારમાં રોડ
ફરજમાં રૂકાવટ


જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે ખુલ્લુ ધારિયું લઇને નીકળેલા શખ્સને ઝડપી લેવા માટે ગયેલી 112ની ટીમના ફરજ પરના પોલીસકર્મી સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી ધારિયું બતાવી ફરજમાં રૂકાવટ કર્યા બાદ ખોડિયાર કોલોની વિસ્તારમાં રોડ ઉપર બાઇક અથડાવવાની બાબતે છરી બતાવી સાતસો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લેનાર અને પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર બન્ને લુખ્ખા તત્ત્વોને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે પેટ્રોલ પંપ નજીક જાહેરમાં ખુલ્લુ ધારિયું લઇને શખ્સ નિકળ્યો હોવાની જાણના આધારે 112ની ટીમ ગુરૂવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં શખ્સને પકડવા માટે ગઇ હતી. ત્યારે પોલીસકર્મી હીરાભાઇ મુછાળ નામના યુવાને જહાંગીર બાપુ અને શબ્બીર સંઘાર નામના બે શખ્સોને હથિયાર લઇને કેમ નિકળો છો? તેવી પૂછપરછ કરતાં આ બન્ને શખ્સોએ પોલીસકર્મી હીરાભાઇ સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી હતી તેમજ ધારિયું બતાવી

પોલીસકર્મીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. ત્યારબાદ 112ની ટીમ જતી રહી હતી અને આ ઘટનાના બે કલાક બાદ ગુલાબનગરના આદિત્ય પાર્કમાં રહેતા સોયબ રફિક ખેરાણી નામનો યુવાન રાજ્ય પુરોહિત ભવનવાળી શેરીમાંથી પસાર થતો હતો ત્યારે હસન ઉર્ફે જહાંગીર બાપુ કરીમ શેખ અને શબ્બીર ઉર્ફે બેબો ગફાર સંઘાર નામના બે શખ્સોએ તેમનું બાઇક સોયબના બાઇક સાથે ભટકાડી સોયબને છરી બતાવી નુકશાન પેટે રૂા. પાંચ હજારની માંગણી કરી, ધાકધમકી આપી ભયમાં મૂકી સોયબ પાસે રહેલા રૂા. સાતસો બળજબરીપૂર્વક પડાવી લીધાં હતાં.

આ ઘટના બાદ પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી.એ. પરમાર, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેશ બથવાર, હે. કો. યુવરાજસિંહ જાડેજા, ખીમશી ડાંગર, શિવભદ્રસિંહ જાડેજા, હર્ષદ પરમાર, મહાવીરસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, પો.કો. વનરાજ ખવડ, સોમા મોરી, હોમદેવસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, હાર્દિકભાઇ ગાગિયા, જયપાલસિંહ ડોડિયા સહિતના સ્ટાફએ 112 જનરક્ષકના ચાલક સામે ધારિયા સાથે દબંગાઇ કરનાર હસન ઉર્ફે જહાંગીર બાપુ કરીમ શેખ અને શબ્બીર ગફાર સંઘાર નામના બન્ને શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ સામે દબંગાઇ કરનાર બન્ને શખ્સોને જીવનભર યાદ રહે તેવો સબક શિખવાડવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande