
પાટણ, 25 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ખટાણા પરિવાર દ્વારા શ્રી વિહતમાતા મંદિરે શનિવારે યજ્ઞ અને ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે વાળીનાથ જગ્યાના મહંત જયરામગીરી બાપુ, પીરાણા ગાદીના પ્રભાતજી બાપુ તેમજ ચવેલીના મહંત ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. પધારેલા સંતો અને શક્તિ ઉપાસકોનું સામૈયું કરીને તેમનો સન્માન કરવામાં આવ્યો હતો.
શનિવારે સવારે યોજાયેલા યજ્ઞમાં જયરામભાઈ વેલાભાઈ ખટાણા પરિવાર યજમાન પદે રહ્યો હતો. પુરોહિત ભરતભાઈ ડી. વ્યાસ અને ભગવતી પ્રસાદ વ્યાસે સુભાશિષ આપ્યા હતા, જ્યારે શાસ્ત્રી મહેશભાઈ અને પિયુષભાઈ જાનીએ યજ્ઞ વિધિ પૂર્ણ કરાવી હતી. આ પ્રસંગે મફાભાઈ દેસાઈ, દિનેશભાઈ દેસાઈ, જયરામભાઈ દેસાઈ સહિત ખટાણા પરિવારના અનેક સભ્યો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ