વેસ્મા પાસે NH-48 પર દુર્ઘટના: અજાણ્યા પાદચારીનું મોત, વાહનચાલક ફરાર
નવસારી, 25 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના વેસ્મા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર લિબર્ટી હોટલ આસપાસ એક દુર્ભાગ્યપૂર્ણ હિટ એન્ડ રન અકસ્માત બન્યો હતો. રસ્તો ક્રોસ કરતા એક અજાણ્યા વ્યક્તિને ઝડપી ગતિએ આવતા વાહને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વ્
Surat


નવસારી, 25 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના વેસ્મા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર લિબર્ટી હોટલ આસપાસ એક દુર્ભાગ્યપૂર્ણ હિટ એન્ડ રન અકસ્માત બન્યો હતો. રસ્તો ક્રોસ કરતા એક અજાણ્યા વ્યક્તિને ઝડપી ગતિએ આવતા વાહને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો.

માહિતી મુજબ, અકસ્માત દરમિયાન મૃતકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. ઘટના અંગે જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી.

પોલીસે મૃતદેહને કબજે લઇને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સાથે સાથે, આરોપી વાહન અને મૃતકની ઓળખ જાણવા માટે નજીકના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરાઈ છે. મામલાની વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande