દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે બીએમસી હેલ્થ સ્ટાફની માનવતાભરી પહેલ, વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ
ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા એપ્રિલ 2026માં યોજાનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને વધુ સુવિધાજનક અને સગવડભર્યું મતદાન મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે બીએમસીના હેલ્થ વિભાગ દ્વારા
ભાવનગર


ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા એપ્રિલ 2026માં યોજાનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને વધુ સુવિધાજનક અને સગવડભર્યું મતદાન મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે બીએમસીના હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ મતદાન મથકો પર દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત મતદારો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ મતદાર પોતાની શારીરિક મર્યાદાના કારણે મતદાનથી વંચિત ન રહે. મતદાન મથકો પર ફરજ પર રહેલા હેલ્થ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ મતદારોને વ્હીલચેરમાં સહાય આપી તેમને સરળતાથી મતદાન બૂથ સુધી પહોંચાડવામાં આવશે. આથી મતદારોમાં પણ ઉત્સાહ વધ્યો છે અને તેઓ નિર્ભયપણે મતદાન કરવા પ્રેરિત થઈ રહ્યા છે.

આ કાર્યમાં ભાવનગર સ્થિત સર ટી હોસ્પિટલનો વિશેષ સહકાર મળ્યો છે. હોસ્પિટલ દ્વારા વ્હીલચેર અને મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ અનેક ખાનગી સંસ્થાઓએ પણ આ માનવતાભર્યા પ્રયાસમાં જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. તેમના સહયોગથી બીએમસીનો આ પ્રયાસ વધુ મજબૂત બન્યો છે.

બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે અને તેને સુલભ બનાવવું અમારી ફરજ છે.” આ પહેલ દ્વારા બીએમસી એ સમાવેશી અને જવાબદાર પ્રશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પ્રયોગથી માત્ર દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો છે કે, દરેક મતદારોનું મહત્વ સમાન છે અને લોકશાહી પ્રક્રિયામાં દરેકની ભાગીદારી અનિવાર્ય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande