ભાવનગર: ટપક સિંચાઈ પદ્ધતિ આવવાથી ખેડૂતોને અનેક પ્રકારના ફાયદાઓ થઈ રહ્યા છે
ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : પરંપરાગત ખેતી પદ્ધતિઓની સાથે સાથે આધુનિક ટેકનોલોજી અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો માટે ખેતી વધુ સરળ, અસરકારક અને ફાયદાકારક બની રહી છે.ખેતીમાં ડ્રિપ ઈરિગેશન (ટપક સિંચાઈ), સ્પ્રિંકલર સિસ્ટમ, ગ
ટપક


ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : પરંપરાગત ખેતી પદ્ધતિઓની સાથે સાથે આધુનિક ટેકનોલોજી અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો માટે ખેતી વધુ સરળ, અસરકારક અને ફાયદાકારક બની રહી છે.ખેતીમાં ડ્રિપ ઈરિગેશન (ટપક સિંચાઈ), સ્પ્રિંકલર સિસ્ટમ, ગ્રીનહાઉસ ખેતી, હાઈટેક નર્સરી, ઓર્ગેનિક ફાર્મિંગ જેવી અનેક આધુનિક પદ્ધતિઓ ઝડપથી પ્રચલિત બની રહી છે. ખાસ કરીને પાણીની અછતવાળા વિસ્તારોમાં ટપક સિંચાઈ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે,

આ અંગે ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક કે જણાવ્યું કે ટપક સિંચાઈ અપનાવી એ માત્ર વ્યક્તિગત આર્થિક પ્રગતિ નથી પરંતુ આવનારી પેઢીઓ માટે આપણા રાષ્ટ્ર જળ સંસાધનોને સુરક્ષિત કરવાની આપણી નૈતિક ફરજ છે. ટપક પદ્ધતિને સામાન્ય રીતે સમજવામાં આવે તો કોઈપણ છોડ ના સક્રિય મૂળ વિસ્તારમાં ટીપે ટીપે પાણી આપવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. તે અપનાવવાથી માટીમાં હંમેશા યોગ્ય જ અને હોવાની જાળવણી થાય છે માત્ર છોડને પાણી મળે છે વધારાની ખાલી જમીનને નહીં જતી પાણીનો પણ બચાવ થાય છે. આ પદ્ધતિ અપનાવવાથી પાક વાઈઝ 70% જેટલો પાણીનો બચાવ થતો હોય છે. તેના પાછળનું મુખ્ય કારણ ટપક પદ્ધતિ અપનાવવાથી છોડને જરૂરિયાત મુજબનું જ પાણી આપણે આપી શકીએ છીએ.

આ ઉપરાંત છોડના વાવેતરની આસપાસ રહેલ જમીનમાં પાણી ન મળવાના કારણે નીંદણ અને રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઓછો થઈ જતો હોય છે આ ઉપરાંત પાકની ગુણવત્તા પણ સારી બને છે જેથી બજારભાવ પણ ખેડૂતોને સારા મળતા હોય છે. આ ઉપરાંત 30 થી 50% સુધીની ખાતરની પણ બચત થતી હોય છે. ખેડૂતો સબસીડી લગાવવા માંગતા હોય તેઓને ખેતીવાડી વિભાગ દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો કરોડપતિ આ પદ્ધતિ અપનાવીને પાણીની બચત કરી સારું ઉત્પાદન મેળવી શકે ખાસ કરીને જે પણ તકમાં પ્રિયત પાણીનો પ્રશ્ન હોય તે વિસ્તારમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ટપક સિંચાઈ પદ્ધતિના વિવિધ પ્રકારો ખેડૂતોને તેમની જરૂરિયાત અને જમીનની પરિસ્થિતિ મુજબ પસંદગી કરવાની તક આપે છે, જેનાથી કૃષિ વધુ કાર્યક્ષમ અને ટકાઉ બની શકે છે.ટપક સિંચાઈ સાથે પાણીમાં દ્રાવ્ય ખાતર આપવાથી ખાતર સીધું જ મૂળ સુધી પહોંચે છે. આથી ખાતરનો વ્યર્થ ખર્ચ ઓછો થાય છે અને પાકને પૂરતું પોષણ મળે છે.પાણી ધીમે ધીમે આપવાથી જમીનનું ધોવાણ થતું નથી અને તેની રચના સારી રહે છે. જમીનમાં ભેજનું સંતુલન જળવાય છે.ટપક સિંચાઈ રેતીલી, કાળી, કઠણ કે ઢોળાવવાળી જમીન સહિત વિવિધ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક ઉપયોગી બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande