HPV વેક્સિનેશન અભિયાનમાં ભાવનગર જિલ્લો ત્રીજા ક્રમે: 100% લક્ષ્યાંક પૂર્ણ કરી રાજ્યમાં નોંધપાત્ર સિદ્ધિ
ભાવનગર,25 એપ્રિલ (હિ.સ.) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે 28 ફેબ્રુઆરી થી HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી ત્રણ માસ સુધી ચાલુ રહેવાનું છે, જેમાં ખ
આરોગ્ય


ભાવનગર,25 એપ્રિલ (હિ.સ.) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે 28 ફેબ્રુઆરી થી HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી ત્રણ માસ સુધી ચાલુ રહેવાનું છે, જેમાં ખાસ કરીને કિશોરીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત 1 જાન્યુઆરી,2011 થી તા. 29 ફેબ્રુઆરી,2012 વચ્ચે જન્મેલી અને 14 વર્ષ પૂર્ણ કરેલ દીકરીઓને HPV વેક્સિન આપીને ગંભીર બીમારીઓથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે. તાલુકા સ્તરે અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાતો લઈ સુચારુ મોનીટરીંગ અને અમલીકરણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે અભિયાન સફળતાપૂર્વક આગળ વધ્યું છે.

ભાવનગર જિલ્લામાં કુલ 14,938 દીકરીઓને વેક્સિન આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, જેના સામે 100 ટકા કામગીરી પૂર્ણ કરી જિલ્લાએ રાજ્ય સ્તરે ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ જિલ્લા આરોગ્ય તંત્રના સંકલન, કર્મચારીઓની મહેનત અને લોકજાગૃતિના પરિણામરૂપે પ્રાપ્ત થઈ છે.

આ ઉત્તમ કામગીરી બદલ રાજ્યના આરોગ્ય કમિશ્નર રત્નકવરજી ગઢવીના વરદ હસ્તે, નાયબ નિયામક (કુ.ક) ડો. એન.પી. જાનીની હાજરીમાં ભાવનગર જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કોકીલા સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અભિયાન દ્વારા કિશોરીઓમાં HPV સંક્રમણથી થતી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળવાથી તેમના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande