પોરબંદરના રાણાવાવ નજીક બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના રાણાવાવ તાલુકામાં આદિત્યાણા તરફ પીપળીયા પાટીયા પાસે બોલેરો ચાલક માનવ જિંદગી જોખમાઈ તે રીતે વાહન ચલાવતો હતો. આ ચાલકે અકસ્માત સર્જી નાથાભાઈ સવદાસભાઈ આગઠ નામના વૃદ્ધને હડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા હતા જેથી નાથાભાઈને
પોરબંદરના રાણાવાવ નજીક બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના રાણાવાવ તાલુકામાં આદિત્યાણા તરફ પીપળીયા પાટીયા પાસે બોલેરો ચાલક માનવ જિંદગી જોખમાઈ તે રીતે વાહન ચલાવતો હતો. આ ચાલકે અકસ્માત સર્જી નાથાભાઈ સવદાસભાઈ આગઠ નામના વૃદ્ધને હડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા હતા જેથી નાથાભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને ટાંકા લેવાની ફરજ પડી હતી. આ મામલે નાથાભાઈ આગઠએ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે GJ-12-AY-8722 નંબરની બોલેરોના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.રાણાવાવ પોલીસે GJ-12-AY-8722 નંબરના બોલેરો ડ્રાઈવર ની શોધ ખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande