વોર્ડ.નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર નશો કરેલી હાલતમાં ઝડપાયા.
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોર્ડ નં. 3નો ઉમેદવાર એવો જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ નશાની હાલતમાં કાર ચલાવતા નીકળ્યો ત્યારે કમલાબાગ પોલીસે તેની ધરપકડ કરી હતી. કમલાબાગ પોલીસમથક ના એ.એસ.આઈ. રણજીતભાઈ રાજાભાઇ મા
વોર્ડ.નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર નશો કરેલી હાલતમાં ઝડપાયા.


વોર્ડ.નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર નશો કરેલી હાલતમાં ઝડપાયા.


વોર્ડ.નં.3 ના કોંગ્રેસ ઉમેદવાર નશો કરેલી હાલતમાં ઝડપાયા.


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોર્ડ નં. 3નો ઉમેદવાર એવો જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ નશાની હાલતમાં કાર ચલાવતા નીકળ્યો ત્યારે કમલાબાગ પોલીસે તેની ધરપકડ કરી હતી.

કમલાબાગ પોલીસમથક ના એ.એસ.આઈ. રણજીતભાઈ રાજાભાઇ મારુ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે હાલમાં ચૂંટણી અનુસંધાને અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ સહિત તપાસ થઇ રહી છે ત્યારે રામ ગેસ્ટહાઉસ પાસેથી એક ઇસમ કેફી પીણુ પીધેલી હાલતમાં રસ્તા પર આડીઅવળી અને શંકાસ્પદ હાલતમાં કાર ચલાવતા નીકળ્યો ત્યારે પોલીસે તેને અટકાવીને પૂછતા એરપોર્ટ રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો અજય મુકેશ મોઢા ઉ.વ.35 હોવાનું જણાવ્યુ હતુ. થોથરાતી અને લોચા વળતી જીભે તેણે આ વિગત આપી હતી અને આંખો નશાથી ઘેરાયેલી લાલ આંખો જોવા મળી હતી.મજકુરને હલાવીચલાવીને જોતા તે પોતાના શરીરનું સમતોલપણુ જાળવી શકતો નહી હોવાનું બહાર આવ્યુ હતુ તેથી તેની પાસે પાસ-પરમીટ માંગતા નહી હોવાનું કબુલ્યુ હતુ. માટે તેની વિધિવત ધરપકડ કરીને કમલાબાગ પોલીસમથક ખાતે લઇ જવામાં આવ્યો હતો.

કમલાબાગ પોલીસમથક ના ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાએ જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ એવો અજય મુકેશ મોઢા કે, જેની પૂછપરછ કરતા તે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 3નો કોંગ્રેસનો ઉમેદવાર હોવાનું પણ બહાર આવ્યુ હતું.તેથી પોલીસે તેની વિધિવત રીતે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande