રાજકોટના 1014 મતદાન મથકો પર ઇવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ
- પહેલા મતદાન, પછી બીજા કામ કરવાની કલેક્ટરની અપીલ - પોલિંગ સ્ટેશન પર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ રાજકોટ, 25 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા
Distribution of EVMs and election materials at 1014 polling stations in Rajkot


- પહેલા મતદાન, પછી બીજા કામ કરવાની કલેક્ટરની અપીલ

- પોલિંગ સ્ટેશન પર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ

રાજકોટ, 25 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે . આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે ત્યારે આજે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

ચૂંટણીને લઈને આજે 25 એપ્રિલે EVM ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. જેમાં 1014 મતદાન મથક ઉપર ચૂંટણી સ્ટાફ દ્વારા બસમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન વિરણી હાઇસ્કુલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર પર જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ પહોંચ્યા હતા. તેમણે લોકોને પહેલા મતદાન અને પછી બીજા બધા કામ કરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને વહેલી સવારમાં જ મતદાન કરવાની સલાહ આપી હતી જેથી બપોરે તડકાને સમયે કોઈ મુશ્કેલી ન થાય. ઉનાળાના આકરા તાપને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો ઉપર પીવાનું પાણી, ORS, મેડિકલ કીટની વ્યવસ્થા કરાઈ છે.

આજે મહાનગરપાલિકાના તમામ ડિસ્પેચિંગ સેન્ટરની કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તમામ ઇવીએમ અને સાહિત્ય મતદાન મથક પર પહોંચાડવામાં આવી રહ્યું છે મતદાન મથકો ઉપર પણ મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીની સુવિધા ની સાથે મેડિકલ કીટ અને ઓઆરએસની વ્યવસ્થાપન કરવામાં આવી છે.

રાજકોટ વાસીઓને અપીલ છે કે લોકશાહીના ઉત્સવને ખૂબ જ સારી રીતે મનાવીએ. પહેલા મતદાન અને પછી બીજા કામના ધ્યાનમાં રાખીને સવારે સાત વાગ્યે જ મતદાન કરી દઈએ. સવારે તડકો શરૂ થાય તે પહેલા જ તમામ લોકોએ મતદાન કરી દેવું જોઈએ.

બપોરે મતદાન કરવા જવું પડે તો પણ તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ પાર્ટીઓ ત્યા રહેવાની છે. જેથી લોકોને ફરી એક વખત અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ પર્વને ખૂબ જ સારી રીતે મનાવીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande