રક્તદાન કરો – બાળ આનંદ મેળાના મફત પાસ મેળવો: રેડક્રોસ ભાવનગરની અનોખી પહેલ
ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.)ભાવનગરમાં ઉનાળાની રજાઓ દરમ્યાન બાળકોમાં ખુશી અને ઉત્સાહ ફેલાવતો બાળ આનંદ મેળો જવાહર મેદાન ખાતે ધામધૂમથી શરૂ થયો છે. આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ જનસેવા સાથે જોડાયેલ અનોખો પ્રયાસ પણ બની રહ્યો છે. મેળાના આયોજકો
સેવા


ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.)ભાવનગરમાં ઉનાળાની રજાઓ દરમ્યાન બાળકોમાં ખુશી અને ઉત્સાહ ફેલાવતો બાળ આનંદ મેળો જવાહર મેદાન ખાતે ધામધૂમથી શરૂ થયો છે. આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ જનસેવા સાથે જોડાયેલ અનોખો પ્રયાસ પણ બની રહ્યો છે. મેળાના આયોજકો દ્વારા જંગલ સફારી, બીચ બર્ડ હાઉસ અને જલપરી જેવા આકર્ષણો સાથે શહેરવાસીઓને આકર્ષવામાં આવ્યા છે.

આ સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – ભાવનગર દ્વારા મેળા સ્થળે દરરોજ સાંજે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં રક્તદાન ઉપરાંત ચક્ષુદાન, દેહદાન અને અંગદાન માટે સંકલ્પ પત્ર ભરવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. રેડક્રોસ દ્વારા વિવિધ સેવાઓ અંગે માહિતી આપીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

વિશેષ વાત એ છે કે મેળા સ્થળે અથવા દીવાનપરા રોડ સ્થિત રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે કોઈપણ દિવસે રક્તદાન કરનાર વ્યક્તિને મેળામાં ત્રણ વ્યક્તિ માટે વિનામૂલ્યે પ્રવેશ પાસ આપવામાં આવશે. સાથે જ રક્તદાતાઓને સન્માનપત્ર અને નાનકડી ભેટ આપી તેમની સેવાભાવના કદર કરવામાં આવશે.

મોંઘવારીના સમયમાં પરિવાર સાથે મફતમાં મેળાનો આનંદ માણવાની આ તક લોકોને આકર્ષી રહી છે. મેળાના આયોજક અરવિંદભાઈ સોની, આશિષભાઈ સોની તથા રેડક્રોસ ટીમે આ જનહિતકારી આયોજન દ્વારા મનોરંજન સાથે માનવસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો છે.

આ ઉપક્રમથી રક્તની અછત દૂર કરવામાં સહાય મળશે અને ખાસ કરીને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત ૧૧૦થી વધુ બાળકોને નિયમિત અને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સહયોગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande