ડુંગરી પ્રોહીબીશન કેસમાં નાસતો આરોપી ઝડપાયો, વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની સફળ કાર્યવાહી
વલસાડ , 25 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચ ને મહત્વની સફળતા મળી છે. ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસ મહાનિરીક્ષક પ્
વોન્ટેડ આરોપી


વલસાડ , 25 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચ ને મહત્વની સફળતા મળી છે. ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે એલ.સી.બી.ના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન સાહીલ ઉર્ફે ગુડુ કિરણભાઇ નાગરભાઇ કોળી પટેલ (ઉંમર ૨૮), રહે. પલસાણા, નાની કોળીવાડ, તા. પારડી, જી. વલસાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કલમ 65(એ)(ઈ), 81, 98(2), 116(ખ) મુજબ ગુનો નોંધાયેલ હતો.

પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા તથા સ્ટાફના હિતેષ ચાવડા અને તેજપાલસિંહ સિસોદીયાએ ટીમ વર્કથી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

આ કામગીરીથી વલસાડ એલ.સી.બી.એ ફરી એકવાર નાસતા આરોપીઓને પકડવામાં પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande