જામનગરમાં ચૂંટણી તંત્ર દ્વારા, મતદાન જાગૃતિ અંગે અપનાવાયો નવત્તર અભિગમ
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને દૂધ મંડળીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વેરા પહોં
મતદાન


જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને દૂધ મંડળીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વેરા પહોંચ, વીજબીલ તેમજ દૂધના બિલો સાથે મતદાન કરવા અંગેનો સંદેશ નાગરિકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

જામનગર કોર્પોરેશન દ્વારા વેરા પહોંચ પર લોકશાહીના પર્વ નિમિત્તે ચાલો સાથે મળીને તા.26-04-2026 ના રોજ મતદાન અવશ્ય કરીએ નો સંદેશ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા વીજબીલ વિતરણ દરમિયાન ગ્રાહકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અને મારો મત મારો અધિકાર, મતદાન અચૂક કરીએ તેવો સંદેશ દરેક બિલ પર સ્ટેમ્પ થકી આપવામાં આવી રહ્યો છે.

ઉપરાંત, દૂધ મંડળીઓ દ્વારા દૂધના બિલો આપતી વખતે ગ્રાહકોને મતદાન માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી બિલ પર મારો મત મારી તાકાત, મતદાન મહાદાનનો સંદેશ પહોચાડવામાં આવી રહ્યો છે. આ નવીન અભિગમ દ્વારા દરેક વર્ગ સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande