સુરતમાં વાહનના કાચ તોડી ચોરી કરતી ટોળકી પકડાઈ, CCTVથી ભેદ ખુલ્યો
સુરત, 25 એપ્રિલ (હિ.સ.): સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાન ચોરી કરતી એક સુગઠિત ટોળકીને ઝડપવામાં સફળતા મેળવી છે. આરોપીઓ ચતુરાઈથી પહેલા વાહનના બોનેટ નીચે ઓઈલ ઢોળીને માલિકનું ધ્યાન ભટકાવતા અને પછી કારના કાચ તોડી અંદરથી પૈસા અને
Arrest


સુરત, 25 એપ્રિલ (હિ.સ.): સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાન ચોરી કરતી એક સુગઠિત ટોળકીને ઝડપવામાં સફળતા મેળવી છે. આરોપીઓ ચતુરાઈથી પહેલા વાહનના બોનેટ નીચે ઓઈલ ઢોળીને માલિકનું ધ્યાન ભટકાવતા અને પછી કારના કાચ તોડી અંદરથી પૈસા અને અન્ય સામાન ચોરી લેતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને મુખ્ય આરોપી શીવા ઉર્ફે પુષ્પા હનુમંતે ગાયકવાડ ઉર્ફે શેટ્ટીને ઝડપી પાડ્યો.

તપાસમાં સામે આવ્યું કે આરોપી અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ગુનાઓમાં પણ ફરાર હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ચોરી માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે. આ ધરપકડથી કુલ આઠ કેસોનો ભેદ ઉકેલાયો છે, જ્યારે બાકી રહેલા સભ્યોને પકડવા માટે પોલીસએ કામગીરી વધુ તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande