સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી દરમ્યાન આચારસહિંતાનો ભંગ કરનાર વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 25 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક તથા I/C નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ વેરાવળ વિભાગ વેરાવળ એ સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી ૨૦૨૬ દરમ્યાન આચારસહિંતાનો કડક અમલ થાય તે સારૂ જરુરી સુચનાઓ તથા માર્ગદ
સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી દરમ્યાન આચારસહિંતાનો ભંગ કરનાર વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 25 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક તથા I/C નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ વેરાવળ વિભાગ વેરાવળ એ સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી ૨૦૨૬ દરમ્યાન આચારસહિંતાનો કડક અમલ થાય તે સારૂ જરુરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ જે અનુસંધાને,

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ આમ આદમી પાર્ટી તરફથી નીચે જણાવેલ આરોપી દ્વારા તાલુકા/જીલ્લા પંચાયતની ચુટણી સબબ મોરાજ ગામે કલાક ૧૬/૦૦ થી ૧૭/૦૦ સુધીની સભા કરવા માટે મામલતદાર ગ્રામ્ય પાસે પરવાનગી માંગેલ અને તેને પરવાનગી મળી ગયેલ પરંતુ તાલુકા/જીલ્લા પંચાયતની ચુટણી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર હોય તેના ૪૮ કલાક અગાઉ ચુંટણી પ્રચાર બંધ રાખવાનો હોય તેમ છતા આ આયોજક આરોપીએ પરવાનગીનો સમય પુર્ણ થયા પછી પણ સાંજના ૦૬-૦૦ વાગ્યા પછી પણ ચુટણી પ્રચાર સભા ચાલુ રાખી ચુંટણી આચારસંહિંતા તથા જીલ્લા મેજી. સા. ગીર સોમનાથના જાહેરનામાનો તથા સરકારના તેમજ રાજ્ય ચુંટણી આયોગના પ્રવર્તમાન નીતીનિયમોના ભંગ કરી ગુન્હો કરેલ હોય જે બદલ આચારસંહીતા અમલીકરણ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન પેટા વિભાગ,વેરાવળ, ગીર સોમનાથ દ્વારા ફરીયાદ આપતા આચારસહિંતાનો ભંગ કરનાર વિરુધ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તહોમતદાર :- વિપુલભાઇ મેરામણભાઇ ચુડાસમા, રહે. ભેરાળા,

ફરીયાદી: બી.એમ.ભીમાણી, આચારસંહીતા અમલીકરણ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ, વેરાવળ, ગીર સોમનાથ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande